Abtak Media Google News

બ્રનેઈ, કંબોડિયા, ઈન્ડોનેશીયા, વિયેટનામ સહિતના દેશો ભારતનાં ૬૮માં ગણતંત્ર દિને ખાસ મહેમાન બનશે

આગામી પ્રજાસતાકદીન નિમિતે ૨૬મી જાન્યુઆરીએ ભારત ૧૦ પાડોશી દેશોનાં પ્રમુખોને મુખ્ય અતિથિ તરીકે આમંત્રીત કરશે ૬૮મા ગણતંત્ર દિવસ પરડે દરમિયાન રાજપથમાં પ્રદર્શન વખતે ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત ૧૦ દેશોના પ્રમુખો ઉપસ્થિત રહેશે જે ભારતની સૈન્યશકિતનું પ્રદર્શન નિહાળશે ‘એકટ ઈસ્ટ’ પોલીસીનું મહત્વપૂર્ણ પ્રદર્શન બની રહેશે. આ એશિયન દક્ષિણપૂર્વ એશિયાઈ રાષ્ટ્રસંઘમાં બ્રુનેઈ, કંબોડિયા, ઈન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલીપાઈન્સ, સિંગાપુર, થાઈલેન્ડ અને વિયેટનામના સભ્યોનો સમાવેશ છે.

વર્ષ ૨૦૧૪માં ‘લુક ઈસ્ટ’ને એકટ ઈસ્ટ નામ આપવામાં આવ્યું હતુ એનડીએ સરકારે માત્ર એશિયન દેશોની સાથે જ વધુ ‘ગતિશિલ’ અને એકશન ઓરિએન્ટેડ નહિ પરંતુ આ સાથે એશિયા-પેસિફિક, જાપાન પર પણ ભાર મૂકયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક વૈશ્ર્વિક નેતા તરીકે ઉભરી આવ્યા છે. વિદેશોમાં પણ તેઓએ એક લીડર તરીકે વર્ચસ્વ બનાવ્યું છે. હવે આ સંબંધોને વધુ ગાઢ બનાવવા ભારત વર્ષ ૨૦૧૮માં પ્રજાસતાકદીન નિમિતે ૧૦ દેશોની રાજય અથવા કેન્દ્ર સરકારને ભારત આવવા આમંત્રણ પાઠવશે.

‘એકટ ઈસ્ટ’ને પ્રજાસતાકદીનની ઉજવણીના ભાગ ‚પે વધુ જોર દેવામાં આવશે. મંત્રાલયોના જણાવ્યા અનુસાર, આ વર્ષે ભારત અને અન્ય એશિયન દેશોમાં ભારતીય મિશનોના માધ્યમથી પચ્ચીસ વર્ષોની વાતચીતની સમજૂતી ૧૫ વર્ષની શિખર સ્તરની વાતચીત અને પાંચ વર્ષની સ્ટ્રેટેજીક ભાગીદારી કરશે. ‘શેરડ વેલ્યુસ કીમન ડેસ્ટીની’ થીમ પર ભારત અન્ય દેશો સાથે મહત્વના કરારો કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.