Abtak Media Google News

ડો. અબ્દુલ કલામ ગણિત અને વિજ્ઞાન લેબમાં આધુનિક મોડલો દ્વારા બાળકોને વિષય વસ્તુની સરળ સમજણ મળી રહેશે

અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અમરેલી ખાતે નાગનાથ ચોકની સામે નગરપાલિકા શૈક્ષણિક ઉપકર અનુદાન યોજના હેઠળ ડો. અબ્દુલ કલામ ગણિત અને વિજ્ઞાન લેબનું ઉદ્ઘાટન કર્યુ અમરેલી ના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષ ના નેતા પરેશભાઈ ધાનાણી. હવે અમરેલીના બાળકોને આધુનિક પ્રયોગશાળાનો લાભ મળશે. આ પ્રયોગશાળામાં બાળકોને ગણિત તથા વિજ્ઞાનના આધુનિક મોડલો દ્વારા વિષય વસ્તુની સરળ સમજણ મળી રહેશે. બાળકોને ગણિત, વિજ્ઞાનના વિષયો શીખવાનો ઉત્સાહ ઉમંગ રહે તે માટે ગણિત વિજ્ઞાનના વર્કિંગ મોડેલો દ્વારા બાળકોને સૈદ્ધાંતિક ખ્યાલોનું નિર્દેશ પણ આપવામાં આવશે.આ પ્રયોગશાળા થકી બાળકો ભવિષ્યમાં શિક્ષણ અંગેના કાર્યો કરી શકશે. આ પ્રયોગશાળામાં બાળકોને અત્યાધુનિક સુવિધાઓ મળી રહે તે અંગેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ પ્રયોગશાળા થકી અમરેલીના પ્રાથમિક શાળા ના બાળકોને સારો લાભ મળી રહેશે જે પી સોજીત્રા ચેરમેન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એડવોકેટ સંદીપ પંડ્યાવાઇસ ચેરમેન અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તેમ જ ના સદસ્ય ઓસદસ્ય  લલીતભાઈ ઠુમ્મર,  એ.પી કાબરીયા,  જિકરભાઈ મેતરી, વિનુભાઈ મંડાણી, સમીર કુરેશી , હિરેન ટીમાંણિયા સરકારી નિમણૂક પામેલા સદસ્ય  વિપુલ ભટ્ટી સહિત અનેકો મહાનુભવો ની ઉપસ્થિતિ માં રંગારંગ લોકાર્પણ કરાયું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.