Abtak Media Google News

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે દેશમાં ઓટોમોબાઇલ ક્ષેત્રને પ્રોત્સાહીત આપવા માટે સૌ પ્રથમ વખત વાહન સ્ક્રેપીંગ પોલિસી લાવવામાં આવશે.

દેશમાં વાહન સ્ક્રેપીંગ પોલિસી લાવવામાં આવ્યા બાદ બંદરો નજીક રીસાયકલીંગ કલસ્ટર બનાવાશે. સ્ક્રેપીંગ પોલિસી લાવી જુની કાર, ટ્રક અને બસોને અમુક સમય મર્યાદા બાદ સ્કેપ કરવામાં આવશે. સમય મર્યાદા પુરી કરનાર વાહનોને ભંગાર કરાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારે બંદરો નજીક દરિયાની ઉંડાઇ ૧૮ મીટર કરવાનો નિર્ણય કર્યો છે જેથી બંદર નજીક જ વાહન રીસાયકલીંગ પ્લાનમાં કલસ્ટર ઉભા કરીશકાય. દેશમાં જ રીસાયલીંગ મટીરીયલ ઓટોમોબાઇલ ઉઘોગોમાં વપરાશે જેના કારણે કાર, બસ અને ટ્રક ઉત્૫ાદનનો ખર્ચ ઘટાડી શકાશે અને આંતરરાષ્ટ્રીય બજારની હરિફાઇ આપણો ઉઘોગ ટકી શકશે. તેમણે વધુમાં જણાવ્યું કે આગામી પાંચ વર્ષમાં ભારતમાં તમામ બળતણો જેવા કે ઇથેનોલ, મિથેનોલ, બાયો સામેનજી, એલએનજી અને હાઇડ્રોજનથી ચાલતી કાર, ટ્રક તથા બસો બનાવી શકાશે.

વાહન વ્યવહાર મંત્રાલયે વાહન સ્ક્રેપીંગ સગવડતા ઉભી કરવા અંગેની માર્ગદર્શકિા એોકટોમ્બર-૨૦૧૯ માં જાહેર કરાઇ છે. પણ તેમાં હજુ ઘણું કામ બાકી છે તેમ આ અંગેનો નિષ્ણાંતે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.