Abtak Media Google News

 વર્લ્ડની પ્રથમ ટેસ્ટ મેચ 1877માં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. ત્યારથી લઈને આજ સુધી ખેલાડીઓ હંમેશા પ્લેઇન વાઈટ ટી-શર્ટમાં જ મેદાને ઉતર્યા છે. હવે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર્સ 142 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વાર નામ અને નંબરવાળી જર્સી પહેરીને મેદાને ઉતરશે. બંને દેશ વચ્ચે 1 ઑગસ્ટના એજેબેસ્ટન ખાતે એશિઝનો પ્રારંભ થઇ રહ્યો છે.

ઇંગ્લેન્ડની ટીમ વર્લ્ડકપ પછી આયર્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ મેચ રમ્યા પછી એશિઝમાં ભાગ લેશે. ગયા વર્ષે તેઓ ઓસ્ટ્રેલિયા સામે 0-4થી હારી ગયા હતા. એશિઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પહેલી સીરિઝ હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.