Abtak Media Google News

૩૦ જેટલા ખેલાડીઓનો કાફલો એક સાથે સિડનીમાં ઉતરશે; ખેલાડીઓના પ્રવાસ માટે ઓસ્ટ્રેલીયામાં ખાસ ટ્રેનની વ્યવસ્થા કરાઈ

દુબઇ ખાતે આઇપીએલ રમાઈ રહી છે. આઇપીએલ પૂર્ણ થયે ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયયાના પ્રવાશે જનાર છે. ઑસ્ટ્રેલિયામાં ખાતે ભારત ટી-૨૦, ટેસ્ટ અને વનડે ની સિરિઝો રમનાર છે. ત્યારે ત્રણેય ફોર્મેટના ખેલાડીઓ એક સાથે ઉડાન ભરીને સાથેજ ઑસ્ટ્રેલિયા પહોંચશે.  ઑસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ભારત ૩ વનડે ૩ ટી-૨૦ અને ૪ ટેસ્ટ મેચોની સિરિઝ રમશે. દુબઇ ખાતે રમાઈ રહેલી આઇપીએલ પુરી થાયે સીધાં ઓસ્ટ્રેલિયા માટે ટીમ રવાના દુબઇથી થવાની છે. હાલ રમાઈ રહેલી આઇપીએલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ખેલાડુઓની પસંદગી સરળ બનાવી દેશે.

૩૦ જેટલા ખેલાડીઓની ટીમ ઑસ્ટ્રેલિયા એક સાથે પહોંચશે. તમામ ફોર્મેટના ખેલાડીઓ એક સાથે ઓસ્ટ્રેલિયા જવા પાછળ વ્યવસ્થીત અને સુદ્રઢ પરિવાહ થાય તે માટેનું આયોજન રાખવામાં આવ્યું છે. કોરોનાની મહામારીમાં ઓસ્ટ્રેલિયામાં ટ્રેન વ્યવહાર બંધ છે. ત્યારે ઑસ્ટ્રેલિયા સરકારીની ખાસ પરવાનગીથી ખેલાડીઓના પરિવહન માટે ટ્રેનની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. ૨૭ તરીખે ભારતીય ખેલાડીઓ સિડની ખાતે ઉત્તરશે. અને સિડની અને કાનબેર ખાતે મેચ રમશે. ૧૭ ડિસેમ્બરથી ડે એન્ડ ટેસ્ટ સિરિઝ શરૂ થશે.

ત્રણેય ટીમો એક સાથે મુસાફરી કરવા પાછળનો વિચાર એ છે કે  આઇપીએલ દરમિયાન ખેલાડીઓની રહેલી ખામીઓને પુરી કરી ઘણા ખેલાડીઓ ત્રણેય ફોર્મેટમાં રમનાર છે ત્યારે બધા ખેલાડીઓને સાથે રાખવાની બીસીસીઆઇનો વિચાર છે. વિહારી અને પૂજારા ફેબ્રુઆરીમાં ન્યુઝીલેન્ડ પ્રવાસ બાદ મેચ રમ્યા નથી. તો તેઓને હજુ  ઘણી પ્રેક્ટિસની જરૂર પડશે. કોચ સહિતના  સ્ટાફને તેમની સાથે ઘણો સમય પસાર કરવો પડશે અને જરૂરી માર્ગદર્શનો આપવાના રહેશે. ઑસ્ટ્રેલિયા રમવા જનાર તેમને  બે ટીમમાં વિભાજીત કરવામાં આવશે. તેમજ આઈપીએલની ટીમોની જેમ ભારતીય ટીમને પણ આ સમયમાં ગુણવત્તાયુક્ત ચોખ્ખા બોલરો રાખવા ગમશે, તેવું બીસસીઆઈના હોદેદારો દ્વારા જણાવવામાં આવ્યું હતું. ભારતમાં આવતા બે મહિના સુધી કોઈ ઘરેલું ક્રિકેટ નથી.  ઓસ્ટ્રેલિયામાં રહેતી વખતે ટેસ્ટ ટીમના ખેલાડીઓ રમત સાથે સંપર્કમાં રહી શકે છે.   ઇશાંત સમયની બહાર ચાલી રહ્યો છે અને ભારતનો ટેસ્ટ એટેકનો પ્રમુખ ઈશાંત શર્મા ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પસંદ થવા યોગ્ય છે. પરંતુ હાલ તેમનો દેખાવ સારો નથી. ઇશાંત બે અઠવાડિયા પહેલા આઇપીએલમાં  દિલ્હી કેપિટલ માટે રમતા  પાંસળીની ઈજા થઈ હતી. જેથી પાંચ દિવસ પહેલા દુબઈથી બેંગલોર પરત ફર્યો હતો. પેટ્રિક ફરહર્ટ દુબઈના કેપિટલ્સ ખાતે તેની સંભાળ રાખતો હતો.  પરંતુ તે બીસીસી-કરાર કરનાર ખેલાડી હોવાથી તેને એનસીએ જવું પડ્યું હતું. “બીસીસીઆઈના અધિકારી સલાડએ જણાવ્યું હતું કે ભુવનેશ્વર કુમાર પણ પ્રવાસ માટે શંકાસ્પદ છે. પસંદગીકારો પણ ભારતના પ્રવાસ માટે હાર્દિક પંડ્યાને પસંદ કરવાના નિર્ણયમાં રહેશે.  ચાલુ ઓસ્ટ્રેલિયામાં સ્ટાર ઓલરાઉન્ડર બોલિંગ કરી શક્યો નથી. હાલ તેની બોલિંગની તંદુરસ્તી પર નજર રાખવામાં આવી રહી છે. તેણે માર્ચ મહિનામાં ધર્મશાળામાં દક્ષિણ આફ્રિકા સામેની વનડે મેચ પહેલા જ નેટમાં બોલિંગ કરી હતી.  ઓસ્ટ્રેલિયા પ્રવસ કોરોનાની મહામારી બાદ ભારતીય ટીમનો પ્રથમ પ્રવાસ રહશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.