Abtak Media Google News

વિશાળ સંખ્યામાં શ્રઘ્ધાળુઓ એકઠા થાય તેવા દેશના મોટા ધાર્મિક સ્થાનોને ફરીથી ખોલવા માટે અસમંજસની સ્થિતિ

કોરોના વાયરસના ફેલાવને રોકવા કેન્દ્રની મોદી સરકારે અમલી કરેલા લોકડાઉનના ચાર તબકકા બાદ હવે અર્થતંત્ર અને જનજીવનને ધબકતુ કરવા અનલોક કરવાનો પ્રારંભ કરાયો છે. પરમ દિવસે જાહેર કરાયેલા ‘અનલોક-૧’માં દેશભરના બંધ રહેલા મંદિરો, દેવસ્થાનો, ધાર્મિક સ્થાનોને આગામી આઠમથી દર્શનાર્થીઓને માટે ખુલ્લા મુકવાનો નિર્ણય કરાયો છે. પરંતુ, આ ખુલ્લા થયેલા ધર્મસ્થાનોમાં દર્શનાર્થીઓની ભીડ ન થાય તેની તકેદારી રાખવાની તાકિદ કરાય છે. જેથી, દેશના મોટાભાગના મંદિરો, દેવસ્થાનો, ધાર્મિક સ્થાનો દર્શનાર્થીઓને લઇ દ્રિધામાં મુકાય જવા પામ્યા છે. ગુજરાતમાં અનેક સ્થાનો પર યોજાતી અષાઢી બીજની રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાતા હોય.

હાલની સ્થિતિમાં અષાઢી બીજની રથયાત્રા નહીં યોજાઇ જેમ મનાય રહ્યું છે.

આગામી ર૩મી જુને અષાઢી બીજ આપી રહી છે. અષાઢી બીજ પર જગન્નાથપુરીની જેમ અમદાવાદ, ભાવનગર, રાજકોટ સહિત રાજયના અનેક સ્થાનો પર ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઇ છે. આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાતા હોય કોરોના વાયરસ ફેલાવવાની સંભાવનાને જેના આ વર્ષે રથયાત્રા યોજાશે કે કેમ? તે પર પણ પ્રશ્ર્નાર્થ ઉભા પામ્યા છે. અષાઢી બીજ પર રામદેવપીર સહિતના સનાતન સંપ્રદાયોના પરબ, મજેવડી જેવા રાજયભરમાં આવેલા ધાર્મિક સ્થાનો પર ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે. આ ધાર્મિક કાર્યક્રમો મોટી સંખ્યામાં ભાવિકો ઉમટતા હોય છે. આ વર્ષે કોરોનાની સ્થિતિને જોતા આ અષાઢી બીજના ધાર્મિક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.

હિન્દુ ધર્મમાં અનિ મહત્વની ગણાતી ચારધામની યાત્રા પણ શ્રઘ્ધાળુઓ આ વર્ષે બંધ રહેશે.

આગામી આઠમી જુનથી હરિદ્વાર અને ચારધામમાં આવેલા ધાર્મિક સ્થાનો ખુલશે પરંતુ તેમાં માત્ર સ્થાનીકોને જ પ્રવેશ આપવામાં આવશે. તે અંગેની  માહિતી હરિદ્વારના ધારાસભ્ય મદન કૌશિકે આપી હતી. કેન્દ્ર સરકારે અનલોક-૧ માં ધર્મસ્થાનોને ખોલવાની અઠામી જુનથી છુટ આપી છે. પરંતુ, તેનો અમલ કરવાની સત્તા રાજય સરકાર પર નાખી છે. પશ્ર્ચિમ બંગાળ સરકારે આજથી રાજયના તમામ મંદિરો, મસ્જીદો, ચર્ચો, ગુરુદ્વારા સહિતના ધાર્મિક સ્થાનો ખોલી નાખવાનો નિર્ણય કર્યો છે પરંતુ એક સમયે માત્ર ૧૦ શ્રઘ્ધાળુઓ ઉ૫સ્થિત રહી શકશે.

મહારાષ્ટ્રના શીરડીમાં આવેલા સાંઇબાબાના મંદિર, મુંબઇમાં આવેલા સિઘ્ધિ વિનાયક મંદિર અને હાઝઅલીની દરગાહને ફરીથી ખોલવા અગે હજુ સુધી રાજયની ઉઘ્ધવ ઠાકરે સરકારે કોઇ નિર્ણય લીધો છે. આસામમાં આવેલા જગવિખ્યાત કામ્ખ્યા દેવીના મંદિરના સંચાલક મંડળે મંદિર જુલાઇના અંત સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. પુરીના જગન્નાથજી મંદિર પણ ગત ર૦મી માર્ચની બંધ છે. જેને ફરીથી ખોલવા અંગેનો કોઇ નિર્ણય હજુ સુધી કરાયો નથી. મંદિર દ્વારા દર અષાઢી બીજે યોજાતી રથયાત્રા દરમ્યાન વિશાળ સંખ્યામાં ભાવિકો આવતા હોય આ વર્ષે ર૩મીએ યોજાનારી રથયાત્રા રદ કરાય તેવી સંભાવના છે. તેવી રીતે આંધ્રપ્રદેશમાં તિરૂપતિ બાલાજી અને તિરૂમાલા મંિેદર પણ ફરીથી ખોલવા અંગે હજુ સુધી કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.