Abtak Media Google News

ધુમ સ્ટાઈલથી બાઈક ચલાવતા નબીરાઓ તેમજ રોમીયોગીરી કરતા તત્વો સામે આકરી કાર્યવાહી કરવાની માંગ કરતા નગરજનો

ઉપલેટા પોલીસ સ્ટેશનના વાર્ષિક ઈન્સ્પેકશનમાં આવેલા જીલ્લા પોલીસ વડાની હાજરીમાં શહેરના આગેવાનોની હાજરીમાં લોક દરબાર યોજાયો હતો. શહેર પોલીસ મથકે શહેરના આગેવાનોની હાજરીમાં બપોરે ૧૨:૦૦ વાગ્યે જીલ્લા પોલીસ વડા બલરામ મીણા, જેતપુર નાયબ અધિક્ષક ભરવાડ, સ્થાનિક પી.આઈ પલ્લાચાર્યની હાજરીમાં યોજાયેલ લોક દરબારમાં આગેવાનો દ્વારા શહેરમાં સીસીટીવી કેમેરા લગાવવા, મોટા બિલ્ડીંગોમાં પાર્કિંગની વ્યવસ્થા ન હોય તેથી બહાર વાહનો પડયા રહેતા હોવાથી ટ્રાફિકની સમસ્યા રહે છે.

સ્કુલ કોલેજ પાસે થતી રોમીયોગીરી સામે અને શહેરમાં ધુમ સ્ટાઈલથી ચલાવતા બાઈક સવારો સામે પોલીસ આકરી કાર્યવાહી કરે તેવી માંગ કરાઈ હતી. લોક દરબારમાં આવેલા પ્રશ્નોસપી બલરામ મીણાએ સ્થાનિક પોલીસને ઘટતુ કરવા સુચના અપાઈ હતી.

વધુમાં એસ.પી.બલરામ મીણાએ જણાવેલ કે શહેરીજનો હવે બોમ્બકાંડને ભુલી આગામી દિવસોમાં દિપાવલી પર્વની શાંતીપૂર્ણ રીતે ઉજવણી કરી સાથે સાથે સુપ્રીમ કોર્ટ આપેલા ફટાકડા ફોડવાની ગાઈડલાઈન મુજબ શહેરીજનો સાથ-સહકાર આપવા અપીલ કરી હતી અને શહેરીજનોને દિપાવલી પર્વની શુભેચ્છા પાઠવી હતી.

આ તકે બોમ્બકાંડના ઉકેલ લઈ આવવા બદલ એસપીના બ્રહ્મ સમાજ દ્વારા આભાર માનેલ હતો. આજના લોક દરબારમાં પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજીત્રા, આરડીસી બેંકના ડિરેકટર હરીભાઈ ઠુંમર, પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયા, ઉપપ્રમુખ ધવલભાઈ માકડિયા, આર.પી.પટેલ, રાજશીભાઈ હુંબલ, પ્રદિપભાઈ જોષી, ગોપાલભાઈ, શાહનવાઝબાપુ બુખારી, દ‚ભાઈ કાલાવડિયા, અલ્પેશ વોરા, હા‚નભાઈ માલવિયા, હનીફભાઈ સહિત ગ્રામજનો હાજર રહેલ હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.