Abtak Media Google News

બ્લડ ડોનરના ઘરે જઈ થેલેસેમિયાના દર્દીઓ માટે લોહી મેળવ્યું

રક્તદાન કેમ્પ માટે જ ઉપયોગમાં લેવાતી બ્લડ ડોનર વેન થેલેસેમિયાના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની

વિશ્ર્વભરમાં કોરોનાની મહામારીની જંગ લડી છે ત્યારે દેશભરમાં લોક ડાઉનની પરિસ્થિતી સર્જાતા લોકોને થોડી હાલાકી ભોગવવી પડે છે. ત્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રભરના ૧૧૦૦થી વધુ થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓની કફોડી હાલત સર્જાઈ હતી. અબતકના ખાસ અહેવાલ બાદ તંત્ર દ્વારા થેલેસેમિયાના દર્દીઓ માટે રક્ત એકત્રિત કરવા માટે બે દિવસતી બ્લડ ડોનર વેન શરૂ કરવામાં આવી છે જેમાં ત્રણ દિવસમાં ૧૦૦ થી વધુ બોટલ જેટલું રક્ત એકઠું કરવામાં આવ્યું છે ત્યારે રક્તદાન કેમ્પ માટે ઉપયોગમાં લેવાતી બ્લડ ડોનર વેન થેલેસેમિયાના દર્દીઓ માટે આર્શીવાદરૂપ બની છે અને કોઈપણ સ્થળ પર બ્લડ ડોનેટ કરવા માટે રક્ત એકત્રિત કરવાની ઝુંબેશ ચલાવતા વિનયભાઈ જસાણીના ૯૪૨૮૨ ૦૦૬૬૦ મોબાઈલ પર જાણ કરતા બ્લડ ડોનરની ટીમ એ વિસ્તારમાં દાતાઓ પાસે પહોંચશે.

રાજ્યભરમાં કોરોના વાયરસ સામે જંગ લડી રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્રભરના થેલેસેમિયાના દર્દીઓ અલગ જ પોતાની જંગ લડી રહ્યા હતા. લોકડાઉન બાદ કોઈ રક્ત કેમ્પ યોજવામાં ન આવતા અને કોઈ રક્તદાતાઓ પણ બ્લડ બેંક સુધી પહોંચી ન સકતા લોહીની ભારે અછત સર્જાઈ હતી. જેના કારણે થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ અને સાથે પરિવારજનો ભારે ભયભીત થયા હતા ત્યારે તેમની ચિંતાઓ અને મુશ્કેલીઓ પર અબતક દ્વારા તા. ૨૨ના રોજ ખાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જેનો પડઘો ગાંધીનગર આરોગ્ય સચિવ સુધી પહોંચ્યો હતો.

‘અબતક’ દ્વારા ખાસ પ્રસિદ્ધ થયેલા અહેવાલના પગલે પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ આર એમ ઓ ડો. મહેન્દ્ર ચાવડા દ્વારા તુરંત બ્લડ ડોનર વેનનો ઉપયોગ શરૂ કરી દેવાની સૂચનાઓ પાઠવી હતી. જેના પગલે છેલ્લા બે દિવસતી એચડીએફસી બેંક દ્વારા લોહિ એકઠું કરવા માટે આપેલી રૂા. ૨૫ લાખની કિંમતની વેનને રક્તદાતાઓ સુધી દોડતી કરી હતી. કોઈ પણ વિસ્તારમાં લોકો રક્તદાન કરવા ઈચ્છુક હોય તો આ બ્લડવેન સાથે હોસ્પિ’ટલનો સ્ટાફ દોડી જઈ એકત્રીત કરવાની કામગીરી પણ શરૂ કરી હતી.થેલેસેમીયાના દર્દીઓ માટે આગામી દિવસોમાં પણ રકત એકત્રીત કરવાની કામગીરી શરૂ રહેશે. આગામી શુક્રવારના રોજ પૂનિતનગર તનિષ્ક એપાર્ટમેન્ટ ખાતે, શનિવારના રોજ મારૂતીનગર એરપોર્ટ ફાટક પાસે, રવિવારે કોઠારીયા ગામ અને સોમવારના રોજ પારડી શીતળામાતાના મંદિર પાસે બ્લડ ડોનર વેન રકતદાતાઓ પાસે પહોચી રકત એકત્રીત કરશે.

થેલેસેમિયાગ્રસ્ત બાળકોને દર ૧૦ દિવસે  રકતની જરૂર પડે છે: વિનયભાઈ જસાણી

Vlcsnap 2020 04 02 10H52M15S187

શ્રી મદ્ રાજચંદ્ર સેવા ગ્રુપના વિનયભાઈ જસાણીએ જણાવ્યું હતુ કે, રાજકોટમાં થેલેસેમીયાગ્રસ્ત બાળકોની સંખ્યા ૫૦૦થી વધુ છે. આ બાળકોને દર ૧૦ દિવસે રકત ચડાવવાની જરૂર પડે છે. હાલ રકતની અછત હોવાથી શહેરના જુદા જુદા વિસ્તારમાં જઈ રકત એકત્ર કરવામાં આવી રહ્યું છે. આ આયોજનમાં આરએમઓ ડો. મહેન્દ્ર ચાવડાના માર્ગદર્શન હેઠળ ડો. કૃતિકાબેન અને ડો. ધરતીબેન જહેમત ઉઠાવી રહ્યા છે. જો કોઈ ગ્રુપ આ પ્રકારનું આયોજન કરવા માગતું હોયતો વિજયભાઈનો સંપર્ક સાધવો.

લોકો ઉત્સાહથી રકતદાન કરી રહ્યા છે: અંકુર વ્યાસ

Vlcsnap 2020 04 02 10H52M28S61

આજે રકતદાન કરનાર અંકુર વ્યાસે જણાવ્યું હતુ કે, રકતની હાલ અછત ઉભી થઈ છે. ત્યારે સીવીલ હોસ્પિટલની બ્લડ બેંકની વાન સામે ચાલી આવી છે.

આ આયોજનમાં મેં રકતદાન કર્યું અને અન્ય લોકો પણ ઉત્સાહથી રકતદાન કરી રહ્યા છે.

રકતદાન કરવા દાતાઓ આગળ આવે: રવિ ખૂંટ

Vlcsnap 2020 04 02 10H52M34S125

સહકાર મેઈનરોડ પર સીવીલ હોસ્પિટલની બ્લડ બેંકની વાનમાં રકતદાન કરનાર રવિ ખૂંટે જણાવ્યું હતુકે, લોકડાઉનના લીધે હું ઘરે જ હતો. પરંતુ મિત્રનો ફોન આવતા અહી આવ્યો હતો.

અને રકતદાન કર્યું હતુ. હાલમાં થેલેસેમીયાગ્રસ્ત બાળકોને રકતની તાતી જરૂર હોવાથી લોકો સામેથી રકતદાન કરવા આગળ આવે તેવી અપીલ કરી હતી.

વિશ્ર્વકર્મા ઓબીસી પરિવાર તરફથી મળ્યો સહકાર: જયાબેન ટાંક

Vlcsnap 2020 04 02 11H05M46S113

વોર્ડ નં.૧૭ના કોર્પોરેટર જયાબેન ટાંકે જણાવ્યું હતુકે, સહકારનગર મેઈન રોડ પર આવેલ રઘુવીર સોસાયટીમાં વિશ્ર્વકર્મા ઓબીસી પરિવાર ટ્રસ્ટ તરફથી રકત એકત્ર કરાવવામાં સહકાર મળ્યો હતો. લોકો ઘરની બહાર ન નીકળી શકતા હોવાથી અહીં જ રકતદાન કેમ્પનું આયોજન કરાયું હતુ. જેમાં ગ્રુપના ૩૦થી વધુ સભ્યોએ રકતદાન કર્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.