Abtak Media Google News

માત્ર ખંઢેરીની ખાનગી જમીનનું જ સંપાદન કરીને ૨૦૦ એકર જમીન ઉપર એઈમ્સ સંકુલનું નિર્માણ કરાશે

એઈમ્સ સંકુલમાં નિર્માણ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૩૦૦ એકર જમીન ફાળવવાનું તૈયારી દર્શાવવામાં આવી હતી. ત્યારે એઈમ્સ દ્વારા માત્ર ૨૦૦ એકર જ જમીનની જરૂર હોવાનું જણાવવામાં આવ્યું છે. જેથી એઈમ્સ સંકુલના નિર્માણ માટે હવે પરાપીપળીયા ગામના બે ખાતેદારોની જમીનનું સંપાદન ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માત્ર ખંઢેરી ગામના જ ખાતેદારની ખાનગી જમીનનું સંપાદન કરવામાં આવનાર છે.

એઈમ્સને લીલી ઝંડી મળતા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ખંઢેરી અને પરાપીપળીયા ગામની ૮ એકર ખાનગી અને ૨૯૮ એકર સરકારી જમીન ફાળવવાની દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં ખાનગી જમીનમાં ખંઢેરી ગામે સર્વે નં.૨૭ની ૨.૫ એકર જમીન, પરાપીપળીયા ગામની સર્વે નં.૧૭૦ની ૫ એકર જમીન અને સર્વે નં.૧૬૭ની અડધો એકર જમીન દર્શાવવામાં આવી હતી. આ ત્રણેય ખાતેદારો સાથે જિલ્લા વહીવટી તંત્રએ બેઠકોનો દોર કરીને તેને જમીન સંપાદન કરવા માટે મનાવી પણ લીધા હતા. ઉપરાંત શરૂઆતના તબકકે જમીનના વળતર મામલે થોડો વિવાદ હતો તેનું નિરાકરણ લાવી વચ્ચગાળાનું વળતર પણ નકકી કર્યું હતું.

આમ જિલ્લા વહીવટી તંત્રએ ત્રણેય ખાતેદારોના જમીન સંપાદન માટે પુરી તૈયારી પણ કરી લીધી હતી પરંતુ એઈમ્સ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે, એઈમ્સ સંકુલના નિર્માણ માટે માત્ર ૨૦૦ એકર જમીનની જ‚ર છે જેથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરાપીપળીયા ગામની બન્ને ખાનગી જમીનનું સંપાદન ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે માત્ર ખંઢેરી ગામની સર્વે નં.૨૭ની ૨.૫ એકર જમીનનું જ સંપાદન કરીને બાકીની સરકારી જમીન ઉપયોગમાં લઈ ૨૦૦ એકર જમીનમાં એઈમ્સ સંકુલનું નિર્માણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.