આવનારા લાંબા સમય સુધી ઉદ્યોગોએ આ વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડશે: સ્ટીલ ઓટો ફોર્જ

સ્ટીલઓટો ફોર્જના સુજીતભાઈ પટેલએ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતુ કે

હાલની સમસ્યા જે દેશ સામે ઉદભવીત થઈ છે. તેનાથી ઉદ્યોગોને ઘણીબધી રીતે અસર પહોચી છે. તેમના જણાવ્યુ મુજબ ઉદ્યોગકારો માટે આવનારો સમય અત્યંત સારો બની રહેશે.

સરકારે લોકડાઉનમાં કંપનીઓ જે ખોલવાની છૂટ આપી પણ તેમાં મજૂરો જે વતન જવા તલપાપડ થઈ રહ્યા છે. અને જે મજૂરો વતન પરત થયા છે.તેઓથી ઉદ્યોગોને ઘણી અસરો પહોચશે.

રેગ્યુલર દિવસોમાં કંપની જે ઉત્પાદન કરતી હતી તેમાં સિધો જ ૬૦%નો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. કોઈપણ કંપની તેમના સ્ટોક રાખવા હરહંમેશ પ્રેરીત થતી હોય છે. પરંતુ સામે રો-મટીરીયલ ઉદ્યોગ માટે અત્યંત જટીલ બન્યો છે.

સરકારજો પરિવહનને છૂટ આપશે તો રો મટીરીયલની પરિસ્થિતિમાં પણ સુધારો જોવા મળશે. સ્ટોક પણ ઉદ્યોગકારો રાખી શકશે અને તેના ઉપયોગથી ઉત્પાદનને પણ મદદરૂ પ થઈ શકશે. હાલ જરૂ ર છે.

ત્યારે સરકારે નાણાંકીય રાહત પેકેજો કંપનીઓને આપે અને કંપનીઓ શરૂ  થાય અને ઉદ્યોગોને જે તરલતાનો પ્રશ્ર્ન થયો છે તે સોલ થાય.

Loading...