ખાદ્ય પદાર્થો બનશે હવે વધુ સ્વાસ્થ્ય વર્ધક: આ છે કારણ

બે વર્ષમાં ખાદ્ય પદાર્થોમાં ટ્રાન્સફેટી એસિડ (ચરબી) ઘટાડી ૨ ટકા કરવા આદેશ

ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડટર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયા ખોરાકમાં ચરબીયુકત પદાર્થ નિયંત્રિત કરવા સક્રિય

ભારતમાં દર વર્ષે હજારો મૃત્યુ ટાળવા અને જાહેર જનતના હિતમાં તેલ અને ચરબી પદાર્થમાં ટ્રાસ ફેટસ મર્યાદિત કરવા સરકારે નવા નિયમોનું અનાવરણ કર્યું છે. એફએસએસએઆઈ એ જાહેરાત કરી છે કે તમામ ખાદ્ય તેલ, વનસ્પતી ઉત્પાદન, બેકરીની વસ્તુ માખણ અને ચીઝમાં માત્ર ૩% ચરબી યુકત ટ્રાન્સફેટ હોવું જોઈએ જાન્યુઆરી ૨૦૨૨ સુધી ૨% અથવા એના કરતા ઓછુ ટ્રાન્સ ફેટ હોવા જોઈએ એફએસએસએઆઈનું પ્રથમ પગલુ છે. આ આદેશનો ભંગ કરનાર ઉત્પાદકો સામે ફોજદારી ધારા અને ગ્રાહક સુરક્ષા ધારા તળે આમ નાગરીકો પગલા લઈ શકશે.

એશીયાના અગ્રણી ડો. નરેશ ત્રેહાન, કાર્ડિયોલોજીસ્ટનં જણાવ્યા પ્રમાણે ઔદ્યોગિક રીતે ઉત્પાદન થતા ટ્રાન્સ ફેટી એસીડઝમાં ઝેરીલા રસાયણો હોય છે જે આપણી ધમનીઓને બ્લોક કરે છે. આવા નુકશાનકારક રસાયણોને ખોરાકમાંથી નાબુદ કરવામાં આવે તો લાખો નિદોર્ષ નાગરીકોનાં જીવ બચાવી શકીએ છીએ.

ચરબીયુકત પદાર્થોથી માત્ર આરોગ્યને નુકશાન નથી થતુ પરંતુ ખરાબ કોલેસ્ટ્રોલ વધે છે અને સારૂ કોલેસ્ટ્રોલ અથવા એચ.ડી.એલ. ઘટાડે છે. આ પદાર્થ શરીરની અંદર આવેલ ધમનીઓની દિવાલો ઉપર તકતીની જેમ ચોટીજાય છે. સામાન્ય ભાષામાં ચરબી યુકત પદાર્થોથી ભરપૂર ખોરાક ખાવાથી હૃદયરોગનું જોખમ વધે છે. અને મૃત્યુ નિપજે છે.

વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ વૈશ્ર્વીક સ્તરે ચરબી યુકત પદાર્થ સને ૨૦૨૩ સુધી નાબુદ કરવાની ઝુંબેશ શરૂ કરેલ છે.જે એક મહત્વપૂર્ણ પગલું છે.

વોલેન્ટરી ઓર્ગેનાઈઝેશન ઈન ઈન્રેસ્ટ ઓફ ક્ધઝયુમર એજયુકેશન વોઈસ ન્યુ. દિલ્હીના સી.ઓ.ઓ. અશીમ સાન્યાલના જણાવ્યા અનુસાર એફએસએસએઆઈ ટ્રાન્સ ફેટ દર અત્યારે ૩% અને ૨૦૨૨ સુધી ૨ ટકા ઘટાડવાનાં નિયમને અમલમાં મૂકી ભારતે જીવંત લક્ષ્ય પ્રાપ્ત કર્યો છે. ડાયાબીટીસ અને હૃદયરોગ કોરોનાના દર્દીઓ માટે આ આદેશ નવો જીવન આપનાર સાબીત થશે.

શ્રીમતી રમાબેન માવાણી ગ્રાહક સુરક્ષા અગ્રણીની તાજેતરમાં નિમણુંક ઈટ રાઈટ અગત્યની સમિતિમાં ગ્રાહકોના હિતો માટે નિમણુંક કરવામાં આવી છે. તેઓ દ્વારા ખાધ્યપદાર્થોમાં થતી ભેળસેળ અટકાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. ટુંક સમયમાં આ મિશનની સફળતા માટે શહેરથી ગામડે સુધી સેમીનારો શરૂ કરવામાં આવનાર છે.

પદાર્થોમાં થતી ભેળસેળ સંબંધેની કોઈ પણ માહિતી આમ નાગરીકો પાસે હોયતો આધાર પૂરાવા સાથે શ્રીમતી રમાબેન માવાણી માજી સાંસદ સદસ્યા પ્રમુખ રાજકોટ શહેર, જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ, ૩૨૯ પોપટભાઈ સોરઠીયા ભવન, સદર બજાર રાજકોટ ખાતે મોકલવા જણાવાયું છે.

Loading...