Abtak Media Google News

ક્રિષ્ના પાર્ક વાળા સુરેશભાઇ પટેલની આગેવાનીમાં રાજકોટ શહેર આસપાસના વિવિધ ગ્રામીણ વિસ્તારમાં જરૂરિયાતમંદોને નિયમિત ભરપેટ ભોજન કરાવાય છે: આખો માસ આ સેવાયજ્ઞ ચાલુ રહેશે

ગોસ્વામી પરાગકુમારજી મહોદયની આજ્ઞાથી સર્વોત્તમ સેવા સંસ્થાન દ્વારા આ મહામારી કોરોના વાઇરસના લોક ડાઉનને ધ્યાન માં રાખીને સર્વોત્તમ સેવા સંસ્થાન દ્વારા જરૂરિયાતમંદ લોકો ને કરિયાણાની હજારોની સંખ્યામાં કીટોનું વિતરણ તેમજ સવારે અને સાંજે રાજકોટ અને રાજકોટ ગ્રામીણ વિસ્તારોમાં હજારોની સંખ્યામાં લોકોને જમવાનું પૂરું પાડવામાં આવી રહ્યું છે.

Img 20200407 Wa0144

જેમાં સર્વોત્તમ સેવા સંસ્થાનના સૌરાષ્ટ્ર પ્રમુખ  સુરેશભાઈ કણસાગરા (ક્રિષ્નાપાર્ક ગ્રૂપ) તેમજ રાજકોટ શહેર પ્રમુખ નયનભાઈ મકવાણા તેમજ કમલેશભાઈ અઘેરા, રાજુભાઈ કટારીયા,  ધવલભાઈ જાવિયા તેમજ જ-૩ સંસ્થાના સેવા ભાવિ કાર્યકર્તા દ્વારા સેવા આપવામાં આવી રહી છે તેમજ સંસ્થા દ્વારા ગૌસેવા ને લગતી પણ પ્રવૃતીઑ કરવામાં આવી રહી છે. સર્વોત્તમ સેવા સંસ્થા દ્વારા શહેરની ભાગોળેના હાઇવે પ્રરપ્રાંતિય મજુરો ગ્રામ્ય વિસ્તારોમાં બપોરે ને સાંજે બે ટાઇમ સમયસર ભોજન સેવા છેલ્લા ઘણા દિવસથી ચાલુ છે જે આખો એપ્રીલ પણ ચાલુ રહેશે તેમ સુરેશભાઇ પટેલે જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.