Abtak Media Google News

ઓનલાઈન ફુડ ડિલિવરી એપ ઈકો ફ્રેન્ડલી ડિશ અને એલ્યુમીનીયમ પેકિંગનો ઉપયોગ કરશે

મોટાભાગના લોકો વિકેન્ડ પર બહાર જમવા જતા હોય છે અથવા ઘરે ફુડ પાર્સલ મગાવતા હોય છે. જેમાં યુઝ એન્ડ થ્રો પ્લાસ્ટીક પેકિંગથી ફુડની ડિલીવરી તો સુરક્ષિત રીતે થાય છે પણ પર્યાવરણ પ્રદુષિત કરે છે. ફુડ પાર્સલમાં દર મહિને ૨૨ હજારથી વધુ પ્લાસ્ટીક ટનનો વેડફાટ થાય છે. શનિવારની રાતે મોટાભાગે આરતી મલીક અને તેના પતિ તેના મિત્રોને નોઈડા ખાતેના ઘરે પાર્ટી માટે ઈનવાઈટ કરે છે અને ઓનલાઈન ફુડ ડિલીવરી એપ સ્કેન કરી ઓર્ડર કરે છે. આરતીને વિચાર આવ્યો કે રેસ્ટોરન્ટના પેકિંગમાં કેટલીક પ્લાસ્ટીક કટલેરી બિનઉપયોગી હોય છે તેનો આપણે વપરાશ પણ કરતા નથી માટે તેને વિચાર્યું કે હોમ ડિલિવરી બાદ જે પ્લાસ્ટીક વેસ્ટ આપણે ફેંકી દઈએ છીએ તે માત્ર પર્યાવરણ માટે જ નુકસાનકર્તા નથી પણ દરેક ખોરાક મોટા પ્રમાણમાં વેસ્ટ જનરેટ કરે છે.

ઉધોગ એસ્ટીમેટ કહે છે કે ફકત ઓનલાઈન ઓર્ડર થતા ફુડમાં ૨૨ હજાર ટન પ્લાસ્ટીકનો ઉપયોગ દર મહિને કરવામાં આવે છે અને આપણે જે ફુડ જાતે પાર્સલ કરાવીને ઘરે લાવીએ છીએ તેની તો ગણતરી જ નથી કરાઈ. પણ આપણી માટે સારા સમાચારો છે, કારણકે ફુડ ડિલીવરી એપ્લીકેશનો જાગૃત બની છે. ભારતમાં પ્રચલિત અને વિશાળ ઓનલાઈન એપ સ્વીગી અને ઝોમેટોએ ફુડ પાર્સલમાં પ્લાસ્ટીક પેકેજીંગનો ઉપયોગ ઓછો કરવાનો નિર્ણય લીધો છે.

તાજેતરમાં મુંબઈ ખાતે સ્વીગીએ પેકિંગ અસીસ્ટ પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો. કંપનીના માર્કેટીંગ મેનેજરે કહ્યું કે તેઓ પ્લાસ્ટીક પેકિંગને બદલે એલ્યુમીનીયમ અને પેપરનો વપરાશ કરશે. કંપની ઈકો ફ્રેન્ડલી મીલ ટ્રે પણ શરૂ કરવાની પ્લાનીંગ કરી રહી છે જેને તપકીરના લોટ અને ઘાસ ભુસામાંથી બનાવવામાં આવશે તો ઝોમેટો તેના ૪૦ મિલિયન ઓર્ડરોને નો કટલેરી ઓપ્શન આપે છે. જે લોકોને વધુ પેકિંગની જરૂર નથી તેઓ સિમ્પલ પેકિંગ કરાવી શકે છે. કારણકે આખરે તમામ વેસ્ટ સમુદ્રમાં જઈને મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.