Abtak Media Google News

નવી દિલ્હી ખાતે ધ વર્લ્ડ ફુડ ઇન્ડિયા-૨૦૧૭ ના ઉદધાટન સમારોહ વેળાએ કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલી ઉવાચ

આર્થિક વિકાસનું લક્ષ્યાંક સાધવા ફુડ પ્રોસેસીંગ મેઇન ઉઘોગ બની રહેશે. કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે ફુડ પ્રોસેસીંગ ઇન્ડસ્ટ્રી જ દેશનું આર્થિક ભાવિ નકકી કરશે. તેમણે દેશની રાજધાની નવી દિલ્હી ખાતે આયોજીત ધ વર્લ્ડ ફુડ ઇન્ડિયા-૨૦૧૭ ના ઉદધાટન સમારોહ વેળા પ્રસંગોચિત ઉદબોધન કર્યુ હતું.

તેમણે આંકડાકીય માહીતી આપતા જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬માં ઇન્ડીયન ફુડ માર્કેટનું મૂલ્ય ૧૯૩૦૦ કરોડ અમેરીકી ડોલર હતું જે આવતા નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ સુધીમાં નો વિકાસ સાધાની ૫૪૦૦૦ કરોડ અમેરીકી ડોલર સુધી થઇ જવાની સંભાવનાઓ રહેલી છે. ઇન્ડીયન ફુડ માર્કેટ દર વર્ષે ૧ર ટકાના દર વિકાસ પામી રહેલ છે.

નાણામંત્રી  અરૂણ જેટલી સિવાય ખાદ્ય મંત્રી હરસીમરત કૌર બાદલે પણ ઇન્ડીયન ફુડ માર્કેટના ઉજળા ભાવિની વાત કરી હતી. આર્થિક વિકાસનું લક્ષ્યાંક સાધવા ફુડ પ્રોસેસ મેઇન ઉઘોગ બની રહેશે.  તેવી જેટલીની વાત સાથે સહમતિ દર્શાવી હતી.

અહી ખાસ ઉલ્લેખનીય છે કે વિશ્ર્વમાં ભારત દુધના ઉત્પાદનમાં નંબર વન છે. આ સિવાય ચોખા, ઘંઉ, માછલી અને શાકભાજી, ફળફળાદીના ઉત્પાદનમાં દ્વીતીય નંબર છે.

આમ પણ ભારત એક કૃષિ પ્રધાન દેશ જેની ધરતી પર સોનુ ઊગે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.