Abtak Media Google News

ફુડ પ્રોેસેસીંગ યુનિટમાં રાજકોટ વૈશ્વિક હબ બની રહ્યુ હોવાનું અબતક ચાય પે ચર્ચા કાર્યક્રમ દરમિયાન જાણીતા  મેગેઝીન ફુડ સમાચારના ડીરેકટર જયદિપભાઇ ભરાડે કહ્યું હતું કે, તેમણે ફુડ ઇન્ડસ્ટ્રીઝને લગતી રસપ્રદ વિગતો કાર્યક્રમમાં આપી હતી.

જયદિપભાઇ ભરાડ અબતક સ્ટુડીઓમાં ઉપસ્થિત રહ્યા હતા. ફુડ ઇન્ડસ્ટ્રીઝના પ્રખ્યાત મેગેઝીન ફુડ સમાચારના ડીરેકટર છે ૧૪ વર્ષથી તેઓ મેગેજીંગ ફુટ સાથે જોડાયેલ છે. શરુઆત તેમની મુશ્કેલી રહી હતી. અર્થ ઉર્પાજન અને તેનું જીવન ટકાવી રાખવા માટે માણસ કંઇક ને કંઇક પ્રવૃતિ કરતું જ હોય છે. શરુઆતમાં ધોરણમાં કમલેશભાઇ કે જેઓ મિલ્ક પેકેંજીગ પ્રોડકશન સાથે જોડાયેલા હતા. તેઓ ફાઇનાસીયલ સહયોગ રહ્યો હતો.

તેઓએ એમનો બિઝનેસ છોડી તેમનો રસનો વિષય એટલે મેગેજીંગ તેના દ્વારા તેઓ સારા વિચારો પહોચાડવા ઇચ્છતા હતા. શરુઆતમાં મેગેજીન ૮ થી ૧ર પેઇઝનું આવતું હતું. અને બ્લેક એન્ટ વ્હાઇટમાં આવતું ૧૪ વર્ષમાં ૭૬ પેઇઝ સુધીની પ્રગતિ આ મેગેઝીનએ કરેલી છે. ગુજરાતી ડર એક ક્ષેત્ર અને ગુજરાતી હર કોઇ લોકો સુધી ફુડ મેનેઝીન પહોંચે તેવા પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા. ફુડ સમાચાર શરુ કરવાનું તેમનો ઉદ્દેશ એ છે કે જુની સંસ્કૃતિની ધરોહરને બદલે લોકોએ પશ્ર્ચિમી સંસ્કૃતિ તરફ દોડ મુકીછે. પરંતુ અમેરિકા, ઇગ્લેન્ડ જેવા દેશોનાં લોકો આપણી સંસ્કૃતિનું અનુકરણ કરવું પસંદ કરેછે. પહેલાથી ઘઉદળી રોટલી બનાવવામાં આવે છે .

પરંતુ હવે લોકોનું શહેરીકરણ થયું ગામડામાઁથી લોકો શહેર તરફ આવતા થયા તો આ સમય દરમિયાન ફુડ પ્રોેસેસીંગનો ઘણો ભાગ ઉજાગર થયો છે. પેલાના સમયમાં મહેમાન આવતા તો ઘરે જ કંઇક બનાવવામાં આવતું પરંતુ હવે લોકો મહેમાનને હોટલમાં જ જમવા લઇ જાય છે. બહારના પીઝા આપણે ચાવીને ખાઇએ છીએ પરંતુ પોસ્ટીંગ તો ખીચડી જ છે. તો ખીચડી લોકો સુધી વધુને વધુ પહોચે તે પણ ખુબજ જરુર છે. આખા વર્લ્ડમાં ખીચડીની ફેન્ચાઇજી આપી શકાય. આપણી નબળાઇ તો એ છે કે આપણા દેશના લોકો અત્યારે ખીચડી ખાવાનું જ પસંદ નથી કરતાં. આજે યોગની પણ એજ વસ્તુ છે. યોગ આપણી સંસ્કૃતિનો ભાગ છે પરંતુ જયારે બહારના દેશોએ અપનાવ્યું ત્યારે જ આપણે પણ તે શરુ કર્યુ એવી જ રીતે ફુડ ઇન્ડસ્ટ્રીઝમાં છ ફુડ સમાચારમાં લોકો માટે ઘણું બધુ છે.

ગર્વમેન્ટની એક લીમીટેશન હોય છે. લોકો સુધી પહોચવા માટે અને ગાઇડ કરવા માટે ર થી ૩ એડસીબીશન કરવામાં આવે છે. જેમાં રાજકોટમાં પણ ફુડ એન્ટ પેકેજીંગ શો ડીસેમ્બરમાં કરવામાં આવે છે અને ભારતમાં ૧ર થી ૧પ જેટલી ફુડ ઇન્ડસ્ટ્રીઝનાં મીડીયા પાર્ટનર બનતા હોય છે. ફુડ સમાચાર દ્વારા ગુજરાત ઇન્ડીયા લેવલ પર રીપ્રેન્ટેટીવ કરી શકયા છે. ફુડ ઇન્ડસ્ટ્રીસની હાલની સાંપ્રદ પરિસ્થિતિ વિશે જણાવતા કહ્યું કે પહેલાના સમયમાં પેકેજીંગ ફુડ વાસી મનાતુ હતું. તો આજના દિવસોમાં ખુલ્લા ખોરાક કોઇ લેતા નથી. અને પેકેટ ખરીદવાનો આગ્રહ રાખે છે.

પેકેજીંગ ઇન્ડસ્ટ્રીઝ સારી રીતે ડેવલોપ થયું છે.  ઇન્ડીયા અત્યારે ખુબ જ સારી પ્રગતિ કરી રહ્યું છે. ઉપરાંત રાજકોટ ફુટ પ્રોસેસીંગ યુનીટ તરીકે વર્લ્ડ વાઇડ હબ બનેલું છે. આખા વિશ્ર્વની નજર ભારતના નમકીન ક્ષેત્ર માટે છે. ૧પ વર્ષ પહેલા રાજકોટમાં જ કોઇ પેકેજ ફુડ લેવા તૈયાર ન હતું. જયારે આજે પરિસ્થિતિ વિરુઘ્ધ છે. હાલના જાગૃત વર્ગમાં પણ પેકેજ ફુડ માટે કયાંકને કયાંક શંકા છે. લોકો તે ઓછું પસંદ છે. કારણ કે તે ગરમ નથી હોતું.

એટલે લોકો પસંદ કરતા નથી. ફુડનો બિઝનેસ વર્લ્ડવાઇડ બની ગયો છે. કોઇપણ એક ક્ષેત્રે આ શકય નથી. ૧૪ વર્ષથી ડેવલોપ અંગે વાત કરતાં જણાવ્યું કે ફુડ ઇન્ડીસ્ટ્રીઝનો વ્યાપ ખુબ જ વધી ગયો છે. એક જ સીટીમાં તમામ ફુડ લોકો ઇચ્છતા હોય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ ફુડ લઇ જવામાં ખુબ જ પ્રશ્ર્નો ઉદભાવતા હોય છે. અત્યારના સમયમાં ફુડ બાબતે આપણો સ્થાન રજો છે. ઉ૫રાંત મરી મસાલા પણ ફુડમાં અગત્યનો ભાગ ભજવે છે. પરંતુ મુખ્ય રોલ ફુડ પ્રોેસેસીંગનો હોય છે.

અત્યારના સમયમાં લોકો પેકેજ ફુડ લેવાનું પણ પસંદ કરતા હોય છે. પરંતુ તેની સાથો સાથ ઘણા લોકો  પેકેજ ફુડ લેવાનું ટાળતા હોય છે. તો આવા લોકોને એ જણાવવાનું કે દુધ, છાશ, દહીં અને પેકેજમાં જ મળે છે. અને તે લોકો ચાવ પૂર્વક લેતા પણ હોય છે. આજે ટેકનોલોજી પેકેજ ફુડ ઇન્ડીસ્ટ્રીઝમાં અગત્યનો ભાગ ભજવે છે. ટેકનોલોજીના કારણે પેકેજીંગમાં પણ વેરાયટી જોવા મળે છે.

સારા સ્વાદ સાથે ડેકોરેશનને પણ ઘ્યાનમાં લેવામાં આવે છે અગાઉ સિમ્પલ કેક આવતી પરંતુ અત્યારે ફોટા વાળી કેક પણ બજારમાં ઉપલબ્ધ છે. ફુડ ઇન્ડસ્ટ્રીઝના ભવિષ્ય વિશે જણાવતા જયદિપભાઇએ જણાવ્યું કે, આપણી જરુરીયાત ચમચીની છે. અત્યારે ફુડમાં વેરાવટી ગંગા જેટલી છે. પરંતુ અત્યારનો મેઇન પ્રશ્ર્ન એ છે કે લોકોને આપણું સાદુ અને સાત્વીક આહાર છે તે પસંદ નથી. દુધ એમને એમ ન ભાવે પરંતુ તેમાં એલચી, કેસર એ કંઇ ઉમેરવામાં આવે તો લોકો પીવાનું પસંદ  કરે છે. લોકોને નવું નવું ખાવાનો તો ખુબ જ શોખ છે.

પરંતુ આપણી સપ્લાય મેઇન જ તુટલી છે. આજે તમામ લોકો જાણે છે કે જામનગરની કચોરી બેસ્ટ છે બધી જ જગ્યાએ વખાણવા લાયક છે પરંતુ બધી જ જગ્યાઓએ અવેલેબલ નથી. રાજકોટના પેંડા પણ ખુબ વખાણ છે. પરંતુ વિશ્ર્વમાં તે બધે જ મળતા નથી. તો આ મોટો પ્રશ્ર્ન છે. તેને લઇને સુધારાની જરુર છે. લોકો જેટલા પ્રમાણમાં ઇચ્છતા હોય તેટલા પ્રમાણમાં તેમને વસ્તુ મળવી જોઇએ. લોકો ૧ કિલો ખરીદવા નથી. ઇચ્છતા તો તેઓ માટે નાના નાના પેકેટ બનાવીને પણ વેંચી શકાય હાલમાં ધંધાર્થીઓ લોકોનો સ્વાર્થ ભૂલી ગયા છે.

તેમની પસંદ અંગેની જાણ કોઇને નથી. પરંતુ અત્યારે સંશોધન કરી લોકોની શું જરુરીયા છે તે જાણવું ખુબ જ અગત્યનું છે. ફુડ ઇન્ડસ્ટ્રીઝમાં અત્યારનો મોટો પ્રશ્ર્ન એ ભેળસેળ છે તો તેને લઇને સરકાર ઘણા કાર્યો કરે છે સરકાર દ્વારા ઘણા સુધારાઓ કરવામાં આવ્યા છે. ૧૯૯૧ માં ફુડ સેફટીના નિયમો એવા હતા કે તેમા માત્રને માત્ર ઉપદેશો જ હતા. ર૦૧૧ થી એફએસએસઆઇનાં નિયમો ઘણા બદલાયા છે હવે આ પ્રકારના પ્રશ્ર્નો ખુબ જ ઓછા ઉદ્દભવે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.