Abtak Media Google News

પોષણ માસ-૨૦૨૦નો સમાપન કાર્યક્રમ યોજાયો: બાળકોને સુકો મેવો-ફળોનું વિતરણ

ભારતીય ખાદ્ય નિગમ દ્વારા કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ સંસ્થા ખાતે પોષણ માહ-૨૦૨૦નો સમાપન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ સંસ્થા ખાતે  સમાજ સુરક્ષા ખાતાની રાહબરી હેઠળ  કાર્યરત સરકારી સંસ્થા ચીલ્ડ્રન હોમ ફોર બોઈસ (છોકરા) અને ગર્લ્સ (છોકરી), ઓબ્સેર્વેસન હોમ, માનો દિવ્યાંગ બહેનોનું ગૃહ, માનસિક ક્ષત્રિવાળા બાળકોનું ગૃહ, ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર કાર્યરત છે આ કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ સંસ્થા ખાતે, ભારતીય ખાદ્ય નિગમના અધિકારીયો દ્વારા મુલાકાત કરવામાં આવી.

સમાજ સુરક્ષા ખાતા હેઠળ  કાર્યરત સરકારી સંસ્થા ચીલ્ડ્રન હોમ ફોર બોઈસ (છોકરા) અને ગર્લ્સ (છોકરી), ઓબ્સેર્વેસન હોમ, માનો દિવ્યાંગ બહેનોનું ગૃહ, માનસિક ક્ષત્રિવાળા બાળકોનું ગૃહ, ભિક્ષુક સ્વીકાર કેન્દ્રની પોષણ માહ-૨૦૨૦ નિમિતે  ભારતીય ખાદ્ય નિગમના અધિકારીયો દ્વારા મુલાકાત કરવામાં આવી. ભારતીય ખાદ્ય નિગમ દ્વારા  પોષણ માહ- ૨૦૨૦ દરમ્યાન સરકારના માર્ગદર્શન અને એફસીઆઇના સીએમડી ડી વી પ્રસાદ  આઈએએસ અને ગુજરાત મહા પ્રબંધક અસીમ છાબરાના નેતૃત્વમાં એફસીઆઈના તમામ કાર્યાલયમાં પૂર્ણ સેપ્ટેમ્બર મહિનો રાષ્ટ્ર પૂર્ણ પોષણ માહ-૨૦૨૦ તરીકે મનાવવામાં આવ્યો.

કોવિદ- ૧૯ની મહામારી દરમ્યાન, ભારતનના  સર્વોચ્ચ ન્યાયાલય અને સરકારીના આદેશનું પૂર્ણપણે પાલન કરીને પર્યાપ્ત  સામાજિક અંતર બનાવી માસ્ક પહેરીને મંડળ કાર્યાલય રાજકોટના મંડળ પ્રબંધક પ્રવિણ પ્રવીણ રઘવાન, પ્રોટોકોલ અધિકારી એમ જી પાટીલ અને નિલેષ સાંગાણી નોડલ અધિકારી પોષણ માહ ૨૦૨૦ આ નિમિતે કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ સંસ્થા ખાતે જઈ બાળકો માટે  પ્રયાપ્ત પ્રમાણમાં કાજુ, પિસ્તા, કિસમિસ અને અખરોટ જેવા  પોષ્ટિક સૂકા-મેવા  તેમજ મોસંબી, સફરજન, સીતાફળ દાડમ જેવા પોષ્ટિક ફળોનું વિતરણ કરવામાં આવ્યું.

સામાજિક સુરક્ષાને ધ્યાનમાં લઈને આ કાર્યક્રમ નિમિતે એન-૯૫ માસ્ક, ઉતમ ગુણવતા સેનિટાઈજર, અને ગ્લોજનું  કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ સંસ્થા ખાતે  પ્રયાપ્ત પ્રમાણમાં વિતરણ કારવાં આવ્યું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ સંસ્થા ખાતે  ચેરમેન રક્ષાબેન બોલિયાં, ચાઇલ્ડ કેર અધિકારી ગોસ્વામી અને મીત્સુબેન વ્યાસ તેમજ સંચાલિકા પલ્લવી બેન જોશીનો ખુબ ફાળો હતો.

ઉપરોક્ત કાર્યક્રમમાં જિલ્લા સમાજ અધિકારી મેહુલગીરી ગોસ્વામી જિલ્લા બાલ અધિકારી મિત્સુબેન વ્યાસ બાલાશ્રમ સંચાલિકા પલ્લવીબેન બિપિનભાઈ જ્યોત્સનાબેન ખજૂરીયા વિતરણમાં ઉપસ્થિત હતા અને તમન કાર્યક્રમ રક્ષાબેન બોલીના રાહબરીમાં બાલાશ્રમ ખાતે થયેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.