અમદાવાદ, સુરતના પગલે રાજકોટના તબીબો પણ નવરાત્રીમાં ડિસ્કો, દાંડિયા ન કરવાના પક્ષમાં

જનહિતમાં લોકોના સમુહ ભેગા ન થાય તે આજના સમયની માંગ: આઈ.એમ.એ. પ્રમુખ જય ધીરવાણી

ગુજરાતમાં પણ લોકલ ટ્રાન્સમિશન સ્થાનિક સંક્રમણના કારણે સંક્રમણ મા તોતિંગ ઉછાળો હવા પામે છે હવે તો સ્વયંભૂ લોક ડાઉન ની માંગ ઉઠી છે સૌરાષ્ટ્રમાં રાજકોટ ની પરિસ્થિતિ દિવસે દિવસે બગડતી જાય છે ત્યારે સુરત અને અમદાવાદ ના તબીબો બાદ રાજકોટના તબીબોએ પણ જાહેરમાં ગરબા ન કરવાની સલાહ આપી છે. અમદાવાદ અને સુરતના ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના ડોક્ટરોએ ગરબા ની મંજૂરી ન આપવા માંગ કરી છે સાર્વજનિક હિત માં તબીબોની સલાહ નવરાત્રી માં સામુહિક ગરબા ન કરવાની માંગ સાથે નવરાત્રી સાથે જોડાયેલા કલાકારો અને આયોજકો એ પણ સમર્થન આપ્યું છે દેશમાં વખતે રામનવમી જન્માષ્ટમી ગણેશ વિસર્જન બીપી મહોરમ સહિતના ધાર્મિક સાર્વજનિક તહેવારો સાદગીથી ઉજવવામાં આવ્યા અત્યારે શંકર ની પરિસ્થિતિ બેકાબૂ છે ત્યારે આગામી નવરાત્રી મહોત્સવ માટે અત્યારથી જ ચિંતા સાથે વિચાર-વિમર્શ શરૂ થયું છે ત્યારે સુરત અને અમદાવાદ ઈન્ડીયન મેડીકલ એસોસિએશન દ્વારા સાર્વજનિક હિતમાં સમૂહ ગરબા સંક્રમણનું કારણ ન બને તે માટે જાહેરમાં ગરબા ન યોજવા માંગ કરી છે અમદાવાદ અને સુરતના તબીબોને આ માગણીને પગલે રાજકોટ ની પરિસ્થિતિ અત્યારે ચિંતાજનક છે ત્યારે રાજકોટમાં પણ નવરાત્રિના સાર્વજનિક ગરબાનું આયોજન ન થવું જોઈએ એવી તબીબોએ માંગ કરી છે.  આઈ.એમ.એ.ના પ્રમુખ અને સૌરાષ્ટ્રના નામાંકિત ચાઈલ્ડ સ્પેશ્યાલીસ્ટ ડો.જય ધીરવાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પ્રસંગ, અવસર, તહેવારો અને ધર્મના મુળભુત હેતુ માનવ સમાજની ઉન્નતિ સલામતી અને સુરક્ષાને પ્રાધાન્ય આપે છે ત્યારે કોરોનાની મહામારીમાં લોકોનો સમુહ એકઠો કરવો ઘાતક પુરવાર થાય તેમ હોય તો નવરાત્રીના અનિષ્ઠાન પરંપરાગત રીતે શાંતીની ઉજવણી કરી જાહેરમાં એકઠુ ન થવું તે લોકોના આરોગ્ય માટે હિતાવહ છે.

Loading...