Abtak Media Google News

મહેંદી આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી છે તેમજ આપણા દેશની દરેક યુવતીની પસંદ છે. જેના લગ્ન થાય છે તે યુવતી તો હાથ પર મહેંદી લગાવે કેટલીક યુવતીઓની ફરિયાદ હોય છે કે તેના હાથમાં મહેંદીનો રંગ નથી ચડતો, અને આપણે તો કહેવત છે કે, ‘જેટલો ઘેરો મહેંદીનો રંગ તેટલો વધુ પ્રીતમનો પ્રેમ…’ તો પછી તમારા હાથની મહેંદીનો રંગ ફિક્કો કેમ રહી જાય ?

જાણો મહેંદી નો રંગ ઘેરો કરવાની થોડી ટીપ્સ….

મહેંદી મુકાઈ જાય પછી ઓછામાં ઓછા પાંચ કલાક સુધી તેને હાથ પર રહેવા દો.

જ્યારે તમે તમારા હાથમાં મહેંદી લગાવવા જઈ રહ્યા હોવ ત્યારે સૌ પહેલા તમારા હાથ સ્વચ્છ રીતે ધોઈ લો. ધ્યાન રાખો કે તમારા હાથ પર કોઈ પણ ઓઈલ લાગેલું ન હોય. ત્યારબાદ કોઈ પણ બામ લઈને તમારી હથેળી પર લગાવી લો અને પછી હાથ પર મહેંદી લગાવો.

હાથ પર મહેંદી લગાવ્યા બાદ તે જ્યારે સુકાઈ જાય પછી મહેંદી કાઢી દો. પછી એક પેનમાં થોડા લવિંગ નાખો અને સ્ટવ પર ગરમ કરો. થોડીવાર ગરમ કર્યા બાદ તેમાંથી ધુમાડો નીકળવા લાગશે. સાવધાની સાથે તે પેન ઉપર તમારા હાથ તે રીતે રાખો કે તેમાંથી નીકળતો ધુમાડો તમારા હાથ પર આવે.

મહેંદી લગાવતા પહેલા હાથને ટોનર વડે સારી રીતે સાફ કરી લો, જેથી તમારા હાથ પરનું વધારાનું નેચરલ ઓઈલ બહાર આવી જશે અને પછી મહેંદી લગાવવાથી તમારા હાથની મહેંદીનો રંગ ખીલશે.

મહેંદી ઉખાડવા માટે હાથમાં સરસિયું તેલ લગાવો અને બન્ને હાથને એકબીજા સાથે મસળો.

એક બહુ જ જૂનો અને પોપ્યુલર ઉપાય છે કે, જે દરેક ઘરમાં અજમાવતો જ હશે. મહેંદી સુકાયા બાદ, લીંબુ અને ખાંડ મિક્સ કરીને કોટન બોલની મદદથી સૂકાયેલ મહેંદી પર લગાવો. આવું કરવાથી મહેંદી તમારા હાથ પર ચોંટી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.