Abtak Media Google News

આ તકે લોક સાંસ્કૃતિક કાર્યક્રમની પણ રમઝટ બોલી

ગુજરાત લોકકલા ફાઉન્ડેશન અમદાવાદ સંસ્થા સન ૧૯૭૯થી ગુજરાત અને વિભીન્ન રાજયોના અનેક લોકકલાકારો અને લુપ્ત થતી આપણી પોતિકી લોકકલાને સાચવીને બેઠેલા અનેક નાના મોટા કલાકારોને આપણાં લોકસમુહ અને પરદેશ સુધી પહોચાડવાનું તેમજ કલાકારો તથા કલાજગતને બેઠા કરવાનું ભગીરથ કાર્ય કરે છે ત્યારે ગુજરાત લોકકલા ફાઉન્ડેશનના સંસ્થાપક જોરાવરસિંહ જાદવને રાજકોટના પ્રમુખસ્વામી ઓડીટોરીયમ ખાતે વિશ્ર્વ વિખ્યાત આંબાવાડી કલાવૃંદ જામખંભાળીયા તરફથી સુવર્ણચંદ્રક એનાયત કરાયો હતો. આ તકે લોકસાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાંમોટી સંખ્યામાં મહાનુભાવો ઉ૫સ્થિત રહ્યા હતા.

જોરાવરસિંહ જાદવે જણાવ્યું કે આજે પશ્ર્ચિમની સંસ્કૃતિના આક્રમણને કારણે પ્રચાર માઘ્યમોની ભરમારને કારણે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની જે લોકકલાઓ હતી જે લોક કલાકારો હતાં એના વાંજીત્રો મુંગા મંતર જઇ ગયા છે એ કલાકારો આજે રોળ રહ્યા છે. એ કલાકારોને ગામડમાં કામ નથી. ગામડાઓમાં ટીવી આવી ગયા એ કલાકારોને જુની પરંપરાને જાળવવા માટે અમે લોકકલા ફાઉન્ડેશનની સ્થાપના કરી છે જે ગરીબ અસહાય કલાકારોના આંસુ લુછી શકાય. ગુજરાત કલા સંસ્કાર અને સંસ્કૃતિની ધરતી રહીછે. હજારો વર્ષથી જે કલાકારો વાદી, મદારી, નટ, કઠપુતળી, રામલીલા, ભવાઇ, બહુરુપી, તુમરી, બારોટ અનેક કલાકારો જેમણે આપણી કલા, સંસ્કાર અને સંસ્કૃતિને જાળવી રાખીને સૂકો રોટલો ખાઇને ના મળ્યો તો  પાણીનો કળશીયો પીને પણ પેઢી પરંપરાથી આ કલાને જ જુવાડી છે અને લોકોનું મનોરંજન કર્યુ છે.

આજે આ કલાકારોને વધુને વધુ જીવાડવાની આપણી ફરજ છે. એ કલાકારો જીવી જાય એ ખુબ જરુરી છે. આંબાવાડી કલાવૃંદની ગરીબ બહેનો એને આ વિચાર આવ્યો અને આજે એ બહેનો સુવર્ણચંદ્રક આપીને મારું સન્માન કરે છે ત્યારે મારી છાતી ગદગદ ફૂલે છે અને બધી દિકરીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ કાર્યમાં ખુબ ખુબ આગળ વધે શામજીભાઇ ખુંટે કહ્યું કે આજનો જે કાયક્રમ છે તે જોરવરસિંહ જાદવને સુવર્ણ ચંદ્રકથી નવાજવાનો કાર્યક્રમ છે અને એ કાર્યક્રમનું આયોજન કરવા વાળા આંબાવાડી કલા મંડળ છે.

આજથી ૩૭ વર્ષ પહેલા આ કલાકારોને કોઇ ઓળખતું  ન હતું ત્યારે જોરાવરસિંહજીએ એને આખા વિશ્ર્વમાં પ્રસિઘ્ધ કર્યા. અને જોરાવરસિંહજીનું  જે ગુજરાત લોકકલા ફાઉન્ડેશન છે એ તો સતત અને સતત ગ્રામ્ય વિસ્તારમાં ઊંડાણમાં પડેલાને બહાર લાવવા અને એને પ્રજા સમક્ષ બહાર લાવવા દેશ વિદેશમાં પ્રસ્થાપિત કરવા એ વર્ષોથી કાર્ય કરી રહ્યાં છે. એટલે અમે બધા મિત્રોએ ભેગા થઇ આ જે કાર્ય કર્યુ એ પણ અમારા માટે ગૌરવની વાત છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.