Abtak Media Google News

કિર્તિદાન ગઢવીએ અભિયાનના અગ્રણીઓ સાથેની શુભેચ્છા મુલાકાતમાં પ્રસન્નતા વ્યકત કરીને સહયોગની ખાત્રી આપી

ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા અધ્યક્ષ ડો.વલ્લભભાઈ કથીરીયાની પ્રેરણાથી આ વર્ષે ૧૧ કરોડ પરીવારોમાં ૩૩ કરોડ દેવી-દેવતાઓનો વાસ ધરાવતી ગૌમાતાના ગોબરમાંથી બનેલ ૩૩ કરોડ દિવા પ્રગટે તે માટે કામધેનુ દિપાવલી અભિયાન”ની શરૂઆત કરવમાં આવી,  આ અભિયાન અંગેની તમામ માહિતી જાણી પ્રખ્યાત લોકગાયક કીર્તિદાન ગઢવીએ પોતાના હૃદયની પ્રસન્નતા વ્યકત કરીને આ અભિયાનને સમર્થન આપ્યું હતું. આત્મ નિર્ભર ભારત, વોકલ ફોર લોકલ”, ગ્રીન ઈન્ડિયા, મેઈક ઈન ઈન્ડિયા સહીતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના અનેક સ્વપ્નોને સાકાર કરી શકવાનું સામર્થ્ય ધરાવતી ગૌ આધારીત અર્થતંત્ર વ્યવસ્થા દ્વારા સમગ્ર રાષ્ટ્રનું અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થઈ શકશે. આ તબકકે કિર્તીદાન ગઢવીનું ગોમય દિવા” અર્પણ કરીને અભિવાદન કરવામાં આવ્યું હતું. પ્રખ્યાત લોકગાયક કીર્તિદાન ગઢવીએ પર્યાવરણ રક્ષા અને ગૌરક્ષાનાં આ પરમ સત્કાર્ય અંગે પોતાનાં અંતરની પ્રસન્નતા વ્યકત કરી હતી તથા પોતાના તમામ સહયોગની ખાત્રી આ અભિયાન અંગે આપી હતી. આ શુભેચ્છા મુલાકાત દરમ્યાન રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં કામધેનુ દિપાવલી અભિયાનનાં મિતલ ખેતાણી, અમર તલવારકર સહિતના અગ્રણીઓ જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.