Abtak Media Google News

ચારા કૌભાંડ સાથે જોડાયેલા દુમકા ટ્રેઝરી કેસમાં રાંચીની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે લાલુ પ્રસાદ યાદવને દોષિત જાહેર કર્યા છે. જ્યારે ડૉ. જગન્નાથ મિશ્રાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. લાલુ પર ચારા કૌભાંડમાં કુલ 6 કેસ રજિસ્ટર્ડ છે. તેમાંથી 4 કેસમાં લાલુ યાદવ દોષિત જાહેર થયા છે . હાલ લાલુ રાંચીની બિરસા મુંડા સેન્ટ્રલ જેલમાં બંધ છે. દુમકા ટ્રેઝરી કેસમાં દોષિત લાલુ પ્રસાદ યાદવની સજાની સુનાવણી આજે કરાશે નહીં. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે 21,22 અને 23 માર્ચના રોજ વકીલની દલીલો સાંભળીને લાલુ સામે સજાનો ચુકાદો આપવામાં આવશે.

201605270015445913 Nothing Concrete Visible During 2 Years Of Modi Government Secvpf

લાલુ પર શું છે આરોપ?

કૌભાંડ થયું ત્યારે લાલુ બિહારના મુખ્યમંત્રી હતા. તેમની પાણે નાણા મંત્રાલય હતું. આરોપ છે કે, તેમણે તેમના પદનો દુર ઉપયોગ કરીને કેસની તપાસ માટે આવેલી ફાઈલને 5 જુલાઈ 1994થી 1 ફેબ્રુઆરી 1996 સુધી અટકાવી રાખી હતી. 2 ફેબ્રુઆરી 1996માં તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.

 (Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.