Abtak Media Google News

ગાંધીનગરની ટીમએ રૂપિયા ૭૦લાખનો મુદ્દામાલ સીઝ કર્યો


આજે સવારે ગાંધીનગરની ફ્લાઈંગ સ્કોડ ની ટીમ દ્વારા હળવદ પાસેથી રેતી ચોરી કરી લઇ જતા ૬ ડમ્પર ને ઝડપી લેતા ખનીજ માફિયાઓ માં દોડધામ મચી જવા પામી હતી ગાંધીનગરની ટીમ દ્વારા ઝડપાયેલ ડમ્પર ને હળવદ પોલીસ મથકે લાવી ચાલકોને ખાણ ખનીજ નો મેમો ફટકારી રૂપિયા ૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પંથકની બ્રાહ્મણી નદીમાં ખનીજ ચોરીને ડામવા આજે વહેલી સવારે ગાંધીનગરની ફ્લાઈંગ સ્કોડ એ હળવદમાં ધામા નાખ્યા હતા તે અરસામાં હળવદ નજીકથી ખનીજ ચોરી કરી લઈ જતા ૬ ડમ્પરને ઝડપી લઇ ઝડપાયેલા તમામ ડમ્પર ચાલકોને ખાણ ખનીજ નો મેમો ફટકારી રૂપિયા ૭૦ લાખનો મુદ્દામાલ સીજ કરતા ખનીજ માફિયાઓ માં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
ગાંધીનગર ફ્લાઈંગ સ્કોડ ના માઇન્ડ સુપરવાઈઝર કે.ડી ડાભી સહિતની ટીમ દ્વારા ખાનગી ગાડીમાં હળવદ પંથકમાં ખનીજ ચોરીને ડામવા દરોડા પાડતા ૬ જેટલા ડફેરો ઝડપાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.