Abtak Media Google News

કોમ્પિટિટિવ માઈન્ડસેટ ઈન્સ્ટિટયુટ યુ.એસ.એ. અને આઈ.આઈ.ટી. ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી ત્રિ-દિવસીય કાર્યક્રમનો એન્જિનિયરીંગ અને એમબીએના વિધ્યાર્થીઓએ લાભ લીધો

આરકે યુનિવર્સિટી દ્વારા કોમ્પિટિટિવ માઇન્ડસેટ ઇન્સ્ટિટ્યૂટ (સીએમઆઈ), યુ.એસ.એ. સંશોધન અને શિક્ષણમાં બિન-નફાકારક સંસ્થા અને આઈ.આઈ.ટી. ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમેએન્જિનિયરિંગ અને એમબીએના વિદ્યાર્થીઓ માટે ૩ દિવસીય ફલાય ફાઇંડિંગ ધ લીડર ઇન યુ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું.

સીએમઆઈના માસ્ટર ટ્રેનર ડો. વિરાજ વોરા અને સીમા સક્સેના દ્વારા આ ૩ દિવસનો સમગ્ર કાર્યક્રમ સંભાળવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓએ પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમ બહારની પાંચ મોટી કુશળતા પર મૂલ્યવાન જ્ઞાન મેળવ્યું હતું જે ભવિષ્યમાં તેમને પોતાના વ્યવસાય અથવા નોકરીમાં ખૂબ મદદરૂપ થશે. આ કુશળતા તેમને વર્ગખંડમાં તેમજ કાર્યસ્થળમાં તેમના પ્રભાવને સુધારવામાં અને પોતાનામા નેતૃત્વ કુશળતાનો વિકાસ કરવામાં મદદ કરશે.માઇન્ડ કટીંગ એજ એક્ટિવ લર્નિંગ પદ્ધતિઓનો ઉપયોગ કરીને યુએસએના નિષ્ણાંતો દ્વારા આ પ્રોગ્રામ ડિઝાઇન કરાયો હતો. સ્પર્ધાત્મક માનસિકતાના નીચેના પાંચ સ્તંભો વિકસાવવા માટે આ કોર્સખૂબ મદદરૂપ છે:માનસિકતા, દ્રઢતા, પહેલ કરવી, નવીનતા અને સમસ્યાનો ઉકેલ લાવવાની કુશળતા.

Fly-Finding-The-Leader-In-You-Program-Was-Organized-At-Rkun
fly-finding-the-leader-in-you-program-was-organized-at-rkun

આ પ્રોગ્રામ દરમ્યાન આરકે યુનિવર્સીટીએ વિદ્યાર્થીઓ તેમજ ક્ષેત્રના વ્યવસાયિકો માટે ભવિષ્યમાં આવા પ્રકારના નવીન કાર્યક્રમો થતાં રહે તે માટે સીએમઆઇ  આઈઆઈટી ગાંધીનગર સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. સમગ્ર પ્રોગ્રામનું આયોજન અને સંચાલન આરકે યુનિવર્સિટીના ટ્રેનીંગ અને પ્લેસમેન્ટ સેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.