ફૂલો કા તારો કા સબકા કહેના હૈ, એક હજારો મેં મેરી બહેના હૈ……

2870
Flowers Ka Tara Ka Sabka Kehna Hai, One Thousand I Marie Sister Hain ......
Flowers Ka Tara Ka Sabka Kehna Hai, One Thousand I Marie Sister Hain ......

બોલીવુડ ફિલ્મોની રંગોળી રક્ષાબંધનના રંગ વીના અધૂરી

ફૂલો કા તારો કા સબકા કહેના હૈ એક હજારો મેં મેરી બહેના હૈ સારી ઉંમર હમે સંગ રહેના હૈ બોલીવૂડ ફિલ્મનું આ ગીત રક્ષાબંધનનું પ્રતિક બનેલું છે. ફિલ્મ મજબુરમાં અમિતાભ બચ્ચન તેની બહેન માટે ગાઇ છે. દેખ શકતા હું મેં કુછ ભી હોતે હુએ, નહીં મેં નહીં દેખ શકતા તુજે રોતે હુએ હિન્દી ફિલ્મો ઉપરાંત પ્રાદેશિત ફિલ્મોમાં પણ ભાઇ-બહેનના પવિત્ર પ્રેમને પ્રતિત કરતું ક્ધટેન હોય જ છે.ખાસ કરીને રાજશ્રી પ્રોડકશન્સની ફિલ્મોમાં રક્ષાબંધનનું એકાદ દ્રશ્ય કે ગીત હોય જ છે. રમુજમાં કહીએ તો રાજશ્રી પ્રોડકશન્સ તે બોલીવૂડમાં રક્ષાબંધનના બ્રાંડ એમ્બેસેડર કહી શકાય.બોલીવૂડના રીઅલ ભાઇ-બહેનની વાત કરીએ તો સલમાન ખાન અને અર્પિતાનો પ્રેમ દાખલા‚પ છે. સલમાન મુસ્મિલ છે અને અર્પિતા એ ખાન પરિવારની દત્તક પુત્રી છે. પરંતુ ભાઇજાન સલમાન તેના માટે બધું કરી છુટે છે. આ સિવાય સલમાનની માનેલી બહેને અભિનેતા પુલકિત સમ્રાટ (ફિલ્મ-ફૂકરે) સાથે લગ્ન કર્યા હતા.

Loading...