ફૂલ પણ રડી રહ્યા છે… મારે ભગવાનને મળવું છે…

પહેલા ગુલાબનું ફૂલ અને ગલગોટાના ફૂલ દરરોજ ભગવાનને પગે લગતા હતા.

પરંતુ કોરોનાની વૈશ્વિક મહામારી શરૂ થઈ અને લોકડાઉન ચાલુ થયું ત્યારથી જ પહેલા ભગવાનના મંદિર બંધ થયા અને પછી સગાઈ, લગ્ન અને સામાજિક મેલ-મિલાપ પણ બંધ થયો.

હવે ગુલાબનું ફૂલ ગલગોટા અને મોગરાને ફરિયાદ કરે છે કે મારે મદિરમાં ભગવાન સુધી જવું છે પરંતુ કોઈ લઇ જવા વાળું નથી અને માણસો તો અત્યારે લોકડાઉનમાં છૂટછાટ મળતાની સાથે જ પાન, ફાકી અને તમાકુ લેવા માટે જીવના જોખમે નીકળી પડયા છે, કોઈ પણ મને કે ભગવાનને યાદ પણ નથી કરી રહ્યા કોઈ પણ નથી કહી રહ્યા કે ભગવાનના મંદિર ક્યારે ખૂલસે અને જે પ્રસાદીયા ભગત છે તેમનું શું થસે ?

હવે મને ખૂબ રડવું આવે છે કારણ કે જ્યારે હું ભગવાનના ચરણોમાં અને ગળામાં માળા બનીને હતું ત્યારે માણસો દરરોજ જુદી જુદી ઓફર લઈને આવતા જેવી કે

“ભગવાન મને દશ હજારની નોકરી મળી જશે તો હું તનમે એક શ્રીફળ વધેરીશ.”
“ભગવાન મારી સગાઈ થઈ જસે તો હું તમને 11 લાડુનો પ્રસાદ ચડાવીસ.”
“ભગવાન આખુ વર્ષ રખ્ખડ પટ્ટી કરી છે બસ આ વર્ષે મને પાસ કરાવી દેજો.”
“ભગવાન મને હાથ પગનો દુખાવો મટી જશે તો હું તમારા મદિરે ચાલીને આવીસ”

જો આવી પ્રાથનાઓ યાદ કરું તો આખો દિવસ નીકળી જાયને તોય નો ખૂટે બસ હું બોલી બોલીને થાકી જાવ પણ મનેએ વાતથી રોવું આવે છે કે કોઈને ભગવાનના મંદિર યાદ નથી આવતા બધા પોતાના ધરમાં પુજા કરે છે પણ મને અભાગણાને ત્યાં પર કોઈ લઈ નથી જતું કારણ કે કોરોનાની બીક છે ભગવાનની ગોદમાં હું દરરોજ રમતો પરતું હવે મને પણ ભગવાન ન જ પાછો બોલાવે તો થાય હું પણ કોરોનાથી ત્રસ્ત છું અને મંદિરમાં રાહત મળે તેવી પ્રાથના કરું છું…

Loading...