ફલાવર શોનો શુક્રવારે નાયબ મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ

અલગ અલગ પ્રકારના ફૂલછોડ તા સ્વાસ્થ્ય, પર્યાવરણ, બેટી બચાવ, સ્માર્ટ સિટી, હરિયાળુ રાજકોટ, સુંદર રાજકોટ, કલીન રાજકોટની થીમ પર સંદેશાઓ પસાર કરાશે

પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત મહાપાલિકા દ્વારા રેસકોર્સ સંકુલ ખાતે ૨૪ થી ૨૬ જાન્યુઆરી દરમિયાન ફલાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ ફલાવર શોની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દેશ-વિદેશના અવનવા ફૂળછોડ રાજકોટવાસીઓને મંત્રમુગ્ધ કરી દેશે. શુક્રવારે સવારે ૧૦ કલાકે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તા ફલાવર શોનું ઉદઘાટન કરવામાં આવશે. ફલાવર શોમાં શહેરીજનો સ્વાદનો આનંદ પણ માણી શકે તે માટે ૨૧ જેટલા ફૂડ સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા છે. ફલાવર શોમાં અલગ અલગ પ્રકારના ફૂલછોડ ઉપરાંત વિવિધ ીમ જેવી કે, સ્વાસ્થ્ય, પર્યાવરણ, બેટી બચાવ, સ્માર્ટ સિટી, હરિયાળુ રાજકોટ, સુંદર રાજકોટ, કલીન રાજકોટ, શિક્ષણ, એકાત્મતતા  અને બંધુત્વ જેવા સંદેશાઓ પસાર કરવામાં આવશે. ત્રણ દિવસ સુધી ચાલનારા ફલાવર શોમાં અંદાજે ૪ લાખી વધુ લોકો ઉમટી પડે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. ફલાવર શો સવારે ૧૦ થી  લઈ રાત્રીના ૧૦ વાગ્યા સુધી શહેરીજનો માટે ખુલ્લો રાખવામાં આવશે. આટલું જ નહીં ફલાવર શો પૂર્ણ થયા બાદ ફૂલોની નજીવા દરે વેંચાણ પણ કરવામાં આવશે.

Loading...