Abtak Media Google News

નખ સુંદર દેખાય તે માટે તેમજ તેનું આયુષ્ય વધારવા અને તેને તંદુરસ્ત બનાવી રાખવા માટે મેનિક્યોર કરવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયી ફ્લિપ મેનિક્યોરનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. મેનિક્યોરમાં નખની ઉપરની તરફ નેઇલ આર્ટ કરવામાં આવે છે, જ્યારે ફ્લિપ મેનિક્યોરમાં નખની નીચેની તરફ એટલે કે હેળી તરફના ભાગમાં નેઇલ આર્ટ કરવામાં આવે છે.

આપણે નખની ઉપરના ભાગ પર ધ્યાન આપતા હોઇએ છીએ જ્યારે તેની ફ્લિપ સાઇડ એટલે કે હેળી તરફના ભાગને અવગણતા હોઇએ છીએ. પરિણામ એ આવતું હોય છે કે નખની ઉપરનો ભાગ સરસ દેખાય છે, જ્યારે તેની ફ્લિપ સાઇડ થોડી ઝાંખી પડી ગયેલી, નિસ્તેજ અને શાઇન વિનાની જોવા મળે છે. જોકે હવે યૂમાં ફ્લિપ મેનિક્યોરને કારણે સજાગતા આવી છે. સ્વસ્ અને સુંદર નખ દરેકને ગમે છે અને ફ્લિપ મેનિક્યોર આ સુંદરતામાં ચાર ચાંદ ઉમેરે છે.

ફ્લિપ મેનિક્યોર કેવી રીતે કરવું?

ફ્લિપ મેનિક્યોર કેવી રીતે કરવું તે વિશે માહિતી આપતાં બ્યુટિશિયન કહે છે કે, ફ્લિપ મેનિક્યોરમાં નખની નીચેની તરફના ભાગ પર નેઇલ આર્ટ કરવામાં આવે છે. આ માટે સ્ટોન અવા સ્ટિકરનો ઉપયોગ કરવામાં આવે છે. નખને બરાબર સાફ કર્યા બાદ ફ્લિપ સાઇડ ઉપર બેઝકોટ લગાવવામાં આવે છે, ત્યારબાદ હળવા રંગની નેઇલ પોલિશ લગાવવામાં આવે છે. તેની ઉપર નાના સ્ટોન અવા ગ્લિટરી ડિઝાઇન કરવામાં આવે છે. જો વ્યક્તિને પોતાની રીતે ડિઝાઇન કરવી હોય તો તે પણ કરી શકે છે. સ્ટિકર લગાવ્યા બાદ તેની પર નેઇલ પેઇન્ટ એપ્લાય કરીને પણ ડિઝાઇન બનાવી શકાય છે. એક વાતનું હંમેશાં ધ્યાન રાખવું કે ફ્લિપ મેનિક્યોરમાં જ્યારે પણ નેઇલ કલર પસંદ કરો તે હળવો હોવો જોઇએ નહીંતર તે ઉપરની તરફ ફૂટી નીકળશે અવા એવો નેઇલ કલર પસંદ કરો જે ઉપરની તરફના નેઇલ કલરને કોમ્પ્લિમેન્ટ કરતો હોય. નખની ઉપર અને નીચેની તરફ એકસરખો નેઇલ પેઇન્ટ કરી શકાય અને ત્યારબાદ તેના પર સ્ટોન કે ગ્લિટરી ડિઝાઇન કરી શકાય.

અનુકૂળતા પ્રમાણે કરી શકાય છે ફ્લિપ મેનિક્યોર

નોખા તરી આવતા નખ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે ફ્લિપ મેનિક્યોર માટે બ્યુટી સલૂનની કાયમ મુલાકાત લેવાની જરૂર ની પડતી. વ્યક્તિ પોતાની અનુકૂળતા મુજબ ફ્લિપ મેનિક્યોર કરી શકે છે. જોકે  શ‚આતમાં વ્યક્તિએ ફ્લિપ મેનિક્યોર માટે સલૂનમાં જવું જોઇએ. સલૂનમાં જવાથી વ્યક્તિને ફ્લિપ મેનિક્યોર વિશેની સમજ આવે છે, તેના સ્ટેપ્સ જાણવા મળે છે. આ ઉપરાંત આ મેનિક્યોરમાં ખૂબ ઝીણવટપૂર્વક કામ કરવાનું હોય છે તેી તકેદારી રાખવી મહત્ત્વની બની જાય છે.

ફ્લિપ મેનિક્યોર લગભગ બેી ૩ અઠવાડિયાં સુધી અકબંધ રહે છે.

ફ્લિપ મેનિક્યોર કરતી વખતે

એવો નેઇલ કલર પસંદ કરો જે ઉપસી ન આવે. જો ડાર્ક કલર કરવો હોય તો નખની ઉપરના ભાગે જે નેઇલ કલર હોય તેની સો મેચ તો હોય તેવો કલર પસંદ કરો. ફ્લિપ મેનિક્યોર કર્યા બાદ તે પૂરેપૂરી રીતે સુકાઇ જાય અને નખ પર વ્યવસ્તિ ચોંટી જાય તેનું ધ્યાન રાખો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.