Abtak Media Google News

૨૦૧૬માં ૩ લાખ વિદેશી પક્ષી નળ સરોવરમાં છબછબિયા કરવા આવ્યા

યાયાવર સહિતના પક્ષીઓને માત્ર ૨ ફીટ પાણીમાં વિહાર કરવાની મજા આવે છે

નળ સરોવરમાં પાણીની ઉંચી સપાટીથી ‘વિદેશી મહેમાન’ યાયાવર પક્ષીઓનું પ્રમાણ ઘટયું છે. ઉલ્લેખનીય છેકે યાયાવરને માત્ર છીછરા પાણીમાં વિહાર કરવાની મજા આવે છે અને અત્યાર સુધી નળ સરોવર તેમના માટે સ્વર્ગ સમાન હતું પરંતુ આ વર્ષે નળ સરોવર આવેલા યાયાવરની ઘટનામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. પક્ષીવિદોના કહેવા મુજબ વર્ષ ૨૦૧૨ પછી છેક આ વર્ષે યાયાવર ઓછા આવ્યા નહીંતર વર્ષ ૨૦૧૬માં ખાસ્સા ૩ લાખ વિદેશી પક્ષી નળ સરોવરમાં ‘છબછબિયા’ કરવા આવ્યા હતા.

આ વર્ષે વસ્તી ગણતરી કરાતા માત્ર ૨ લાખ યાયાવર નોંધાયા છે. મતલબ કે સરેરાશ પક્ષીઓ કરતા ખાસ્સા ૧ લાખ વિદેશી પક્ષી ઓછા આવ્યા. આ સામનો પર્યાવરણ માટે ચિંતાનો વિષય છે. નળ સરોવરની સુંદરતામાં યાયાવર પક્ષી ચાર ચાંદ લગાવે છે તેમાં બે મત નથી.

સરકારી સુત્રોએ જણાવ્યું કે, ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં નળ સરોવરમાં ૫ ફીટ પાણી છે. જે પક્ષીઓ માટે ઘણી વધુ સપાટી છે. માત્ર ૨ ફીટ પાણી હોય તો તેઓ પાણીમાં નિરાંતે વિહાર કરે અને પોતાના સાથી પક્ષીઓને પણ ‘સંદેશ’ મોકલીને બોલાવે છે. જાણકારો અને પક્ષીની વસ્તી ગણતરી સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું કે, ઈરિગેશન કેનાલના લીધે સરોવરની પાણીની સપાટી વધી છે. આ કુદરતી નદીમાં નર્મદાનું વધારાનું જળ પણ ઠલવાય છે પરંતુ વિદેશી પક્ષીઓને ભાવતું ન જડે એટલે તેઓ બીજુ સરનામું શોધી લે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.