જલારામ ફૂડ કોર્ટમાં મનગમતી વાનગીઓનો આનંદ ઉઠાવતા સ્વાદ શોખીનો

37

કાઠિયાવાડી, પંજાબી, સાઉથ ઈન્ડિયન, ચા-ગાંઠીયા-ચીપ્સ, સ્ટ્રીટ ફૂડની દરેક આઈટમ એક જ સ્થળે ઉપલબ્ધ

જલારામ ફૂડ કોર્ટ જે લોકોને કાઠીયાવાડી, પંજાબી, સાઉથ ઈન્ડીયન તેમજ ચા-ગાઠીયા, ચીપ્સ અને સ્ટ્રીટ ફૂડની દરેક આઈટમ એક જ સ્થળ પર મળી રહે તેવું પારિવારીક સ્થળ છે. આજે કોઈપણ વ્યકિત પહેલા તેની મનપસંદ વાનગી ખાવા માટે આતૂર રહે છે. ત્યારે તેને અલગ અલગ સ્થળ પર જવૂં પડે છે. પણ આ બધુ જ એક સ્થળ પર મળી રહેશે. જલારામ ફૂડ કોર્ટ ૨૪ કલાક ખૂલ્લુ રહે છે આજે જલારામ ફૂડ કોર્ટ, નાઈટ આઉટ માટેનૂં શ્રેષ્ઠ સ્થળ બની ગયું છે. યુવાનો મોટી સંખ્યામાં અહી આવે છે. બાળકોથી લઈ વૃધ્ધો અહી આવે છે અને પોતાની મનગમતી સ્વાદિષ્ટ વાનગીઓ ખાય છે. લોકોને શુધ્ધ અને ચોખ્ખૂ ભોજન અને સ્ટ્રીટ ફૂડ ખવડાવવા માટે દરેક વસ્તુને ચેક કરીને વાપરવામાં આવે છે. તેમજ સર્વીસીસ પણ સારી આપવામાં આવે છે. સાથે સ્વચ્છતાનૂં પણ ખૂબ ધ્યાન રાખવામાં આવે છે.

અમારા મહેમાનને પણ અમે અહીં લઈને આવીએ છીએ; વિનુભાઈ (ગ્રાહક)

 

વિનુભાઈ ઠકરાર (ગ્રાહક)એ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતુ કે, હું મહિનામં બેથી ત્રણ વાર જલારામ ફૂડ કોર્ટની મુલાકાત લવ છું અહીની કાઠીયાવાડી થાળી હોય કે પંજાબી થાળી બંને સ્પેશીયલ આઈટમથી ભરપૂર હોય છે. ત્યારે મારા પરિવારને પણ અહી લઈને આવું છું અને તેમની મનગમતી વાનગીઓનો આનંદ લેવડાવું છું. સ્ટ્રીટ ફૂડમાં તો દરેક આઈટમ મળી રહે છે. અહીયા લોકોને ખૂબજ મજા આવે છે. તેમની દરેક મનગમતી સ્વાદિષ્ટ વસ્તુઓ એક જ જગ્યા પર મળી રહે છે. મારા પરિવારમાં દરેક વ્યકિતા અહી પોતાની આઈટમ નકકી કરીને આવે કે અમારા મહેમાનને પણ અમે અહી લઈને આવીએ છીએ અને તેમને પણ અહીની દરેક આઈટમ ખાવી બહુજ ગમે છે. અહી સર્વીસની સુવિધા ખૂબજ સારી છે. સાફ સફાઈથી લઈ દરેક વસ્તુનું અહી ધ્યાન રાખવામાં આવે છે.

સ્વાદ રસિકોને ચોખ્ખી વાનગીઓ મળે તે અમારો પ્રથમ પ્રયાસ: અરવિંદભાઈ આહીર

અરવિંદભાઈ આહિર (ઓનર)એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે જલારામ ફૂડ કોર્ટ શરૂઆત માત્ર ગ્રાહકોના પ્રેમને વધુ સહકાર આપવા શરૂ કરી છે. પહેલા જલારામ ગાઠીયા અને ચા અહી અમે વહેચતા પણ જેમ ગ્રાહકોનો પ્રેમ અમને મળતો ગયો અને મારા પરિવાર દ્વારા આ જલારામ ફૂડ કોર્ટની શરૂઆત કરી. માત્ર ધંધો કરવા ખાતર હિત પણ લોકો સારૂ શુધ્ધ તેમજ તેમના સ્વાસ્થ્યને સારૂ ભોજન તેમજ સ્ટ્રિટફૂડ મળી રહે તે અમારો પ્રયાસ છે. આજે અહી લોકો પોતાના પરિવાર સાથે આવે છે અને તેમનો મનગમની વાનગીઓ નો ભરપૂર આનંદ લે છે. અમે સર્વીસથી લઈ ચોખ્ખાઈ સુધીની તમામ બાબતો ને ધ્યાનમાં રાખી છે. લોકોનાં આરોગ્યનું પહેલા વિચારીએ છીએ. આજે યુવાનો પણ અહી નાઈટ આઉટ કરવા અમારે ત્યાં આવે છે. કાઠીયાવાડીથી લઈ પંજાબી સુધીની તમામ સ્પેશીયલ આઈટમ અમે અમારા ગ્રાહકોને સ્વાદથી ભરપૂર ખવડાવીએ છીએ.

Loading...