Abtak Media Google News

એક લાખ સુધીના વાહન પર ફલેટ ૧ ટકા અને એક લાખી વધુ કિંમતના વાહન પર ફલેટ ૨ ટકા વસુલાશે વાહન વેરો: ટેકસનો ટાર્ગેટ રૂ.૨૭૭ કરોડ, પ્રોફેશનલ ટેકસનો ટાર્ગેટ ૩૦ કરોડ, હોર્ડિંગ્સ બોર્ડનો ટાર્ગેટ રૂ.૬.૫૦ કરોડ અને ખુલ્લા પ્લોટના ટેકસનો ટાર્ગેટ રૂ. ૫ કરોડ રખાયો

મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ રજૂ કરેલા વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાં વર્તમાન વાહન વેરાનો દર જે ૧ ટકો છે તે વધારી ૨.૫ ટકા સુચવ્યું હતું. દરમિયાન સ્ટેન્ડિંગ કમીટીએ વાહન વેરાની બે સ્લેબમાં વેંચી દીધો છે. ૧ લાખ સુધીના વાહન પર ફલેટ ૧ ટકો ટેકસ વસુલવામાં આવશે જયારે ૧ લાખી વધુના વાહન પર ફલેટ ૨ ટકા વાહન વેરો વસુલવામાં આવશે જેના દ્વારા વાર્ષિક ૧૯ કરોડ રૂપિયાની આવક વા પામશે. કમિશનરે બજેટમાં કુલ ૪૪ કરોડનો બોજ લાદયો હતો. તેમાંી સ્ટેન્ડિંગ કમીટીએ ૩૬ કરોડનો બોજ ફગાવી દીધો છે અને માત્ર વાહન વેરામાં વધારો કરી ૮ કરોડનો બોજ શહેરીજનો પર લાદયો છે.

10 1

સ્ટેન્ડિંગ કમીટીએ બજેટના કદમાં રૂ.૪૧.૭૫ કરોડનો વધારો કરી રૂ.૧૭૬૯.૫૭ કરોડના બજેટને બહાલી આપી છે. જેમાં એફએસઆઈ વેંચાણનો ટાર્ગેટ ૫૦ કરોડી વધારી રૂ.૬૩ કરોડ કરવામાં આવ્યો છે. હોર્ડિંગ્સ બોર્ડ દ્વારા તી આવકનો ટાર્ગેટ રૂ.૫ કરોડી વધારી રૂ.૬.૫૦ કરોડ કરવામાં આવ્યો છે. ત્યારે ટેકસનો ટાર્ગેટ રૂ.૨૭૭ કરોડ, પ્રોફેશન ટેકસનો ટાર્ગેટ રૂ.૩૦ કરોડ અને ખુલ્લા પ્લોટ પર વસુલવામાં આવતા વેરાનો ટાર્ગેટ રૂ.૫ કરોડ રાખવામાં આવ્યો છે.

11 1

કમિશનરે દરખાસ્ત સ્વ‚પે રજૂ કરેલા બજેટમાં જમીન વેંચાણનો કોઈ લક્ષ્યાંક રાખવામાં આવ્યો ન હતો અને તેઓએ એવું પણ કારણ આપ્યું હતું કે, દર વર્ષે જમીનનું વેંચાણ કરવાી મહાપાલિકાની મિલકતમાં સતત ઘટાડો થાય છે દરમિયાન સ્ટેન્ડિંગ કમીટીએ કરબોજ ફગાવી દેતા અને બજેટના કદમાં વધારો કરતા આવક-જાવકના ટાંગામેળ કરવા માટે જમીન વેંચાણનો લક્ષ્યાંક ૪૦ કરોડ રાખ્યો છે.

સિંદુરિયા ખાણ પાસે નવું ઓડિટોરીયમ: મવડીમાં સ્વીમીંગ પુલ

હાલ શહેરમાં સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં અરવિંદભાઈ મણીયાર હોલ, પૂર્વ ઝોન વિસ્તારમાં શ્રી અટલ બિહારી બાજપાઈ ઓડીટોરીયમ અને વેસ્ટ ઝોન વિસ્તારમાં પૂ.પ્રમુખ સ્વામી ઓડિટોરીયમની સુવિધા ઉપલબ્ધ છે. શહેરના દક્ષિણ દિશામાં નવા ભળેલા કોઠારીયા અને વાવડી તા અગાઉના જૂના વિસ્તારોને પણ સાંસ્કૃતિક પ્રવૃતિ માટે એક સુવિધા મળી રહે તે માટે સ્ટેન્ડિંગ કમીટી દ્વારા બજેટમાં શહેરના વોર્ડ નં.૧૭માં સિંદુરીયા ખાણ વિસ્તારમાં અદ્યતન ઓડિટોરીયમ બનાવવા માટે ૧૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

13 2આ ઉપરાંત મવડીમાં નવો સ્વીમીંગ પુલ પણ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હાલ શહેરના અલગ અલગ વિસ્તારોમાં લોકોને નજીકમાં જ આધુનિક સ્વીમીંગ પુલની સુવિધાઓ મળી રહે તે માટે કોઠારીયા રોડ પર, પેડક રોડ પર, કાલાવડ રોડ પર અને રેસકોર્સમાં એમ કુલ ૪ સ્વીમીંગ પુલ કાર્યરત છે.

14 2તેમજ મહિલા સ્વીમીંગ પુલની કામગીરી પૂર્ણતાના આરે છે. તા પીપીપીના ધોરણે એક નવા સ્વીમીંગ પુલનું બાંધકામ ગતિમાં છે. સ્ટેન્ડિંગ કમીટીએ આ સુવિધામાં વધારો કરવા તાજેતરમાં રાજકોટમાં ભળેલા વાવડી ઉપરાંત મવડી રહેવાસીઓને સ્વીમીંગ પુલની સુવિધા આપવાનું નકકી કર્યું છે અને મવડી વિસ્તારમાં એક નવો સ્વીમીંગ પુલ બનાવવાનો નિર્ણય લીધો છે આ માટે ૨ કરોડ ‚પિયાની જોગવાઈ કરવામાં આવી છે.

દિવ્યાંગોને મિલકત વેરામાં ૫ ટકા વધુ વળતર કોલ સેન્ટરમાં ટોલ ફ્રી નંબરની સુવિધા

વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ માટે રૂ.૧૦૮૦ લાખની ફાળવણી

મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમીટી દ્વારા આજે મંજૂર કરવામાં આવેલા બજેટમાં દિવ્યાંગ મિલકત ધારકોને મિલકત વેરામાં વિશેષ ૫ ટકા વળતર આપવાની અને કોલ સેન્ટરમાં ટોલ ફ્રી નંબરની સુવિધા ઉભી કરવાની જાહેરાત કરવામાં આવી છે.

રાજય સરકારના ધોરણે મહાપાલિકા દ્વારા દિવ્યાંગો માટે નોકરીમાં અનામત જગ્યા રાખવામાં આવી છે. જુદી જુદી કચેરીમાં દિવ્યાંગોને પ્રવેશમાં સુગમતા રહે તે માટે રેમ્પ બનાવવામાં આવ્યા છે. ત્યારે આગામી નાણાકીય વર્ષી દિવ્યાંગોની સુવિધામાં વધુ એક ઉમેરો કરાયો છે. દિવ્યાંગ મિલકત ધારકોને મિલકત વેરામાં ૫ ટકા વિશેષ વળતર આપવામાં આવશે. મહાપાલિકા દ્વારા શહેરીજનોને શકય તેટલી સરળતાી જુદી જુદી સેવાઓ પ્રાપ્ત થાય તેવા પ્રયાસો હા ધરવામાં આવી રહ્યાં છે. હાલ કોલ સેન્ટરમાં તમામ ફરિયાદો લેવામાં આવે છે. કોલ સેન્ટરમાં ટોલ ફ્રિ ટેલીફોન નંબર શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મહાપાલિકાઓની સેવા તા અન્ય કામગીરી વિશે લોકો નિ:શુલ્ક ફોન કરી શકશે. આરએમસીના કોલ સેન્ટરના લેન્ડ લાઈન ટેલીફોનમાં ટોલ ફ્રિ સેવા ઉભી કરવામાં આવશે. આ ઉપરાંત ગત વર્ષે શહેરમાં સરેરાશ કરતા વધુ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. જેના નિકાલ માટે સ્ટોર્મ વોટરનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજના માટે રૂ.૧૦૮૦ લાખની જોગવાઈ કરાઈ છે.

ઈસ્ટ અને સેન્ટ્રલ ઝોનમાં બે નવા મહિલા એક્ટિવીટી સેન્ટર: મુખ્ય બજારોમાં વિમેન્સ યુરીનલ

કેન્દ્ર તા રાજય સરકાર થી સશક્તિકરણની જુદી જુદી યોજના કી મહિલાઓને સહાયભૂત ઈ રહી છે. જે મુજબ મહાપાલિકાએ પણ જુદી જુદી યોજનાઓ અને કાર્યક્રમો દ્વારા મહિલાઓના ઉતકર્ષ માટે કાર્યરત છે. નાના મવા સર્કલ પાસે મહિલા એક્ટિવીટી સેન્ટર કાર્યરત છે. સ્ટેન્ડિંગ કમીટીએ મહિલા લક્ષી વિવિધ પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવાના શુભ હેતુી શહેરના ઈસ્ટ તા સેન્ટ્રલ ઝોનમાં ૧-૧ મહિલા એક્ટિવીટી સેન્ટર બનાવવાનું નકકી કયુર્ં છે.

Womenmanagerindiaઆ માટે બજેટમાં ૩ કરોડની જોગવાઈ કરી છે. શહેરની સોની બજાર, લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ,દાણાપીઠ, યાજ્ઞીક રોડ, સર્વેશ્ર્વર ચોક, પેલેસ રોડ, દસ્તુર માર્ગ જેવા ટ્રાફિક અને રાહદારીઓી ધમધમતી બજારમાં આવતા જતા બહેનોની સુવિધા માટે રૂ.૧.૫૦ કરોડના ખર્ચે વિમેન્સ યુરીનલ બનાવવાનો નિર્ણય લીધો છે.

છાત્રો માટે રિડીંગ વી રેફરન્સ બુક કોર્નર: બે નવી હાઈસ્કૂલ બનાવાશે

મહાપાલિકા દ્વારા અમીન માર્ગ અને શ્રોફ રોડ પર લેટેસ્ટ ટેકનોલોજી ધરાવતી લાઈબ્રેરી હાલ કાર્યરત છે. વોર્ડ નં.૯માં પેરેડાઈઝ હોલ પાસે તેમજ જિલ્લા ગાર્ડનમાં લાઈબ્રેરી બનાવવાનું કામ હાલ પૂર્ણતાના આરે છે. વધતા જતા શિક્ષણના વ્યાપ વચ્ચે વધુ વિર્દ્યાીઓને સ્પર્ધાત્મક પરિક્ષા ભણી ધ્યાન કેન્દ્રીત કરે અને શહેરનું નામ પણ રોશન કરે તેવા આશ્રય સો મહાપાલિકા દ્વારા વોર્ડ નં.૧૦માં નિર્મલા કોન્વેન્ટ હોલ પર ફાયર સ્ટેશનની જગ્યામાં છાત્રો માટે રીડીંગ રૂમ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રૂમ છાત્રોને સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબીત શે.

આ રીડીંગ સો રેફરન્સ બુક કોર્નરની સુવિધાઓ પણ રહેશે જેના માટે ૨૦૦ લાખની ફાળવણી કરવામાં આવી છે. શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના સંતાનોને નજીવા દરે શિક્ષણની સુવિધા આપવા માટે મહાપાલિકા દ્વારા છ હાઈસ્કૂલ હાલ કાર્યરત છે. ગરીબ અને મધ્યમ વર્ગમાં પણ શિક્ષણ માટે વધેલી જાગૃતતાને ધ્યાનમાં રાખી સ્ટેન્ડિંગ કમીટીના શહેરના આવશ્યકતા મુજબના વિસ્તારોમાં નવી બે હાઈસ્કૂલ નિર્માણનો પ્રોજેકટ બજેટમાં ઉમેર્યો છે. જેના માટે રૂ.૩ કરોડનીજોગવાઈ કરવામાં આવી છે.

૬ નવા કોમ્યુનિટી હોલ: ત્રણેય ઝોનમાં પાર્ટી પ્લોટ બનાવાશે

કોમ્યુનિટી હોલ બનાવવા ૬ કરોડ અને પાર્ટી પ્લોટ બનાવવા માટે ૩ કરોડ જોગવાઈ

સ્ટેન્ડિંગ કમીટી દ્વારા આજે મંજૂર કરવામાં આવેલા વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાં ૧૫ નવી યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં છ નવા કોમ્યુનિટી હોલ બનાવવા અને ત્રણેય ઝોનમાં પાર્ટી પ્લોટ બનાવવાની યોજના જાહેર કરાઈ છે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પાર્ટી પ્લોટની સુવિધા પરવડી શકે તેવા નજીવા દરે ઉપલબ્ધ કરાવવા માટે સ્ડેન્ડિંગ કમીટીએ ત્રણેય ઝોનમાં ૧-૧ નવો પાર્ટી પ્લોટ વિકસાવાનું આયોજન કર્યું છે અને આ માટે ૩૦૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે. સગાઈ અને લગ્ન સહિતના પારિવારીક પ્રસંગો અને અન્ય સામાજિક પ્રસંગોએ ખાનગી મેરેજ હોલ મેળવતી વખતે ઉંચા ભાડાની ચિંતા સતાવતી હોય છે. ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આ મહત્વનો પ્રશ્ર્ન છે. શહેરીજનોને સાવ નજીવા દરે પોતાના વોર્ડમાં જ કોમ્યુનિટી હોલની સુવિધા મળી રહે તે માટે મહાપાલિકના દ્વારા શહેરમાં હાલ ૧૭ કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યા છે. જેમાં ૨૬ યુનિટ કાર્યરત છે અને બાકીના છ વોર્ડમાં કોમ્યુનિટી હોલ બનાવવાની યોજનાનો બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ માટે આગામી બજેટમાં રૂ.૬૦૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે.

૪૮ રાજમાર્ગોનો યુનિફોર્મ પેટર્ની વિકાસ: ૬ એન્ટ્રી પોઈન્ટનું બ્યુટીફીકેશન

રાજકોટ મહાપાલિકા દ્વારા નકકી કરાયેલા શહેરની મુખ્ય ૪૮ રાજમાર્ગો પર સરળ આવાગમન, લોકોની સલામતી અને સુનિયોજિત ટ્રાફિક વ્યવસ જ‚રી છે. જે રીતે ગૌરવપ કાલાવડ રોડને વિકસીત કર્યો છે તે રીતે શહેરના મુખ્ય ૪૮ રાજમાર્ગોને યુનિફોર્મ પેટર્ન એટલે કે એક સમાન પધ્ધતિી વિકસાવવાનું નકકી કર્યું છે. ૪૮ રાજમાર્ગો પર સેન્ટર લાઈટીંગ, ઝીબ્રા ક્રોસીંગ અને પાર્કિંગની વ્યવસ એક સરખી પધ્ધતિી વિકસાવવાનો પ્રોજેકટ બજેટમાં સામેલ કરવામાં આવ્યો છે. જેનાી શહેરની ખુબસુરતીમાં વધારો શે અને આ માટે ૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે.આ ઉપરાંત બહાર ગામી રાજકોટ આવતા લોકોને એક અનોખા શહેરની પ્રતિતિ થાય તે માટે શહેરની તમામ છ એન્ટ્રી પોઈન્ટને સુવિધાઓ અને બ્યુટીફીકેશનના ક્ધસેપ્ટી ડેવલોપ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ એન્ટ્રી પોઈન્ટ ખાતે સેન્ટર લાઈટીંગ, ટ્રાફિક સાઈનેઝ બોર્ડ અને ઉપરાંત પાકિર્ંગ અને બ્યુટીફીકેશનની સુવિધા હા ધરવામાં આવશે. આ પ્રોજેકટ માટે ૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

રેસકોર્સમાં ૭૦ મીટરની ઉંચાઈએ કાયમ ફરકતો રહેશે રાષ્ટ્રધ્વજ

મોર્ડન રાત્રી બજાર પણ બનાવવાની યોજના બજેટમાં જાહેર

રાજકોટ શહેર પોતાની એક નવી ઓળખ બનાવી રહ્યું છે ત્યારે શહેરમાં રાષ્ટ્ર પ્રત્યે ભાવના જળવાય રહે અને તેમાં ઉત્તરોત્તર વધારો ાય તેવા હેતુ સો સ્ટેન્ડિંગ કમીટીએ રેસકોર્સ સંકુલમાં ખૂબ દૂરી પણ નિહાળી શકાય તેવો મોન્યુમેન્ટલ ફલેગ ફરકાવવાનું આયોજન કર્યું છે. રેસકોર્સમાં આવતા બાળકો, યુવાનો અને વડીલોમાં ૩૦ મીટરની ઉંચાઈ ફરકાવવામાં આવનાર આ મોન્યુમેન્ટલ ફલેગી દેશદાઝ પ્રબળ બનશે જેના માટે બજેટમાં રૂ.૫૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે.

દાણાપીઠ, કેનાલ રોડ અને પવનપુત્ર ચોકના વોકળા પર એલીવેટેડ રોડ

રેસકોર્સમાં ચિલ્ડ્રન પાર્ક ડેવલોપ કરવા રૂ.૨૫ લાખની જોગવાઈ

શહેરના જુના વિસ્તારોમાં સાંકળા રોડ પર ટ્રાફિકની ગીચતાના ભારણના પ્રશ્ર્નનો આંસીક ઉકેલ આવી શકે તે માટે સ્ટે.કમીટીએ દાણાપીઠ, કેનાલ રોડ અને પવનપુત્ર ચોક પાસેી પસાર તા રોડ પર સ્લેબ ભરી એલીવેટેડ રોડનો ક્ધસેપ્ટ આપવાનું નકકી કર્યું છે. આ માટે લોકોને એક નવો જ વિકલ્પ મળશે. આ માટે બજેટમાં રૂ.૧૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

બાળકો તેમજ વિર્દ્યાીઓમાં વાહન-વ્યવહાર પ્રત્યે જાગૃતિ કેળવાય અને તેને અનુસરવા માટે સ્વયંશિસ્ત આવે તે માટે રેસકોર્સમાં એનર્જી પાર્કમાં ચિલ્ડ્રન પાર્ક આધુનિક ઢબે વિકસાવવામાં આવશે. આ માટે બજેટમાં ૨૫ લાખની જોગવાઈ કરવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે સિટી બસ અને બીઆરટીએસમાં બહેનોને મફત મુસાફરી

રાજકોટ મહાપાલિકા દ્વારા રક્ષાબંધન તા ભાઈબીજ જેવા બહેનોના ખાસ તહેવારના દિવસે મહિલાઓ માટે દર વર્ષે સિટી બસ તા બીઆરટીએસ સેવા નિ:શુલ્ક રાખવામાં આવે છે જેમાં ચાલુ સાલી એક દિવસનો ઉમેરો કરવામાં આવ્યો છે. ૮ માર્ચની ઉજવણી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે કરવામાં આવે છે ત્યારે આગામી વર્ષી આ દિવસે મહિલાઓને સિટી બસ તા બીઆરટીએસ સેવા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે નિ:શુલ્ક આપવામાં આવશે. સ્ટેન્ડિંગ કમીટીએ આ યોજનાી મહિલાઓ પ્રત્યેની સમ્માનની ભાવના રજૂ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.