Abtak Media Google News

કોરોનાનું જોખમ ભીડના કારણે વધતું હોવાથી પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળ દ્વારા કેટલીક ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. જેમાં મોરબી- રાજકોટ અને મોરબી- માળિયા વચ્ચે ચાલતી ડેમુ ટ્રેનો પણ ૩૧મી માર્ચ સુધી બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોનાના કહેર વચ્ચે રેલવે તંત્રએ હરકતમાં આવીને સાવચેતીના પગલાં લેવાનું શરૂ કર્યું છે. જેમાં આજરોજ પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળ દ્વારા તા.૧૮થી ૩૧ માર્ચ સુધી પાંચ જોડી ટ્રેનો રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ટ્રેન નંબર ૫૯૫૦૩ ઓખા-વિરમગામ લોકલ , ટ્રેન નંબર ૫૯૫૦૪ વિરમગામ- ઓખા લોકલ, ટ્રેન નંબર ૫૯૫૪૭ રાજકોટ- અમદાવાદ લોકલ, ટ્રેન નંબર ૫૯૫૪૮ અમદાવાદ- રાજકોટ લોકલ, ટ્રેન નંબર ૫૯૫૫૧ રાજકોટ- ઓખા લોકલ, ટ્રેન નંબર ૫૯૫૫૨ ઓખા- રાજકોટ લોકલ, ટ્રેન નંબર ૭૯૪૫૪ રાજકોટ- મોરબી ડેમુ, ટ્રેન નંબર ૭૯૪૪૫ મોરબી-રાજકોટ ડેમુ, ટ્રેન નંબર ૭૯૪૪૯ મોરબી- માળિયા મિયાણા ડેમુ તેમજ ટ્રેન નંબર ૭૯૪૫૦ માળિયા મિયાણા- મોરબી ડેમુ ટ્રેનનો સમાવેશ થાય છે. તેમ રાજકોટ મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક રવિન્દ્ર શ્રીવાસ્તવની યાદીમાં જણાવાયું છે.

૭ એપ્રિલથી રાજકોટ-નાગપુર  વચ્ચે સાપ્તાહિક ટ્રેન દોડશે

ર૦ માર્ચથી બુકિંગ શરૂ થશે: દર મંગળવારે ઉપડશે ટ્રેન

મુસાફરોની વધતી જતી ભીડને પહોંચી વળવા અને સુવિધા વધારવા માટે પશ્ર્ચિમ રેલવે દ્વારા રાજકોટ-નાગપુર વચ્ચે સાપ્તાહિક ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. ટ્રેન નં. ૦૧૨૦૮- ૦૧૨૦૭ રાજકોટ-નાગપુર સાપ્તાહિક ટ્રેનના ર૬ ફેરા કરશે.

આ ટ્રેન ૭ એપ્રિલથી ૩૦ જુન દરમિયાન દોડાવાશે.

ટ્રેન નં. ૦૧૨૦૮ રાજકોટ-નાગપુર વિશેષ ટ્રેન પ્રત્યેક મંગળવારે રાત્રે ૧૦ કલાકે પ્રસ્થાન કરશે. જે બીજા દિવસે રાત્રે ૧૦.૧૫ કલાકે નાગપુર પહોંચશે.

જયારે તેવી જ રીતે ટ્રેન નં. ૦૧૦૨૦૭ નાગપુર-રાજકોટ પ્રત્યેક સોમવારે નાગરપુથી સાંજે ૭.૫૦ મીનીટે પ્રસ્થાન કરશે જે બીજા દિવસે સાંજે ૬.૩૦ કલાકે રાજકોટ પહોચશે.

3. Wednesday 1

આ ટ્રેન  ૬ એપ્રિલથી ર૯ જૂન સુધી દોડાવાશે.

આ ટ્રેનમાં એ.સી. ટુ ટિયર, થ્રી ટિયર, સ્લીપર કોચ અને દ્વિતીય શ્રેણીના કોચ હશે. યાત્રા દરમિયાન આ ટ્રેન સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નંદુરબાર, અમલનેહ, ધરણગાંવ, જલગાંવ, ભુસાવલ, અકોલા, બડનેરા તથા વર્ધા સ્ટેશનો પર ઉભી રહેશે.

ટ્રેન નં. ૦૧૨૦૮ રાજકોટ-નાગપુર ટ્રેનનું બુકિંગ ર૦ માર્ચથી તમામ આરક્ષણ કેન્દ્રો અને આઇ.આર. સી.ટી.સી. વેબસાઇટ પરથી થઇ શકશે.

કોરોનાના કારણે જામનગર-બાન્દ્રા હમસફર એકસપ્રેસ ૩૧મી સુધી રદ

હાલ ફેલાયેલા કોરોના વાયરસને કારણે ટ્રેનમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને પગલે પશ્ર્ચિમ રેલવે દ્વારા જામનગર-બાન્દ્રા હમસફર એકસપ્રેસ ટ્રેનોને ૩૧ માર્ચ સુધી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તા. રર, ૨૪,૨૬, ૨૯ અને ૩૧ માર્ચના રોજ ઉપડનારી ટ્રેન નં. ૨૨૯૨૪ જામનગર-બાન્દ્રા ટર્મિનલ એકસપ્રેસ તેમજ તા. ૨૧, ૨૩, ૨૫, ૨૮ અને ૩૦ માર્ચના રોજ બાન્દ્રાથી ઉપડનારી ટ્રેન રર૯૨૩ બ્રાન્દ્રા-ટર્મિનલ જામનગર હમસફર એકસપ્રેસ સંપૂર્ણ રીતે રદ કરવામાં આવી છે જેની યાત્રિકોને નોંધ લેવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.