પાલારા ખાસ જેલમાં કેદીઓને સ્વરોજગારી ઉભી થઇ શકે તે માટે પાંચ રેટીયો બોકસ ભેટમાં આપવામાં આવ્યા

જેલમાં એચ.કે. ગઢવીની સૂચનાથી દીવ પ્રાગટય ઉત્સવ

પાલારા ખાસ જેલ ભુજ, મે. અધિક પોલીસ મહાનિદેશક ડો.કે.એન. રાવ તથા પોલીસ મહાનિદેશક એચ.કે. ગઢવીની સુચના અને માર્ગદર્શનથી ‘૧૫૦ મી ગાંધીજયંતી’ દિન નિમિતે દિપ પ્રાગટય કરવામાં આવેલ અને પાલારા ખાસ જેલ ભુજ ખાતે ભુજની ખમીર સંસ્થાના જીગરભાઇ વૈધ્યનાઓ દ્વારા અંત્રેની જેલના કેદીઓને સ્વરોજગારી ઉભી થઇ શકે તે માટે પ (પાંચ) રેટીયા બોકસ ભેટ  આપવામાં આવેલ છે. રેટીયા બોકસના ઉપયોગથી રૂ. માંથી દોરા બનાવવાની તાલીમ ગાંધીજયંતીના દિવસથી ચાલુ કરવામાં આવેલ છે. આ તાલીમથી કેદીઓને સ્વરોજગારી ઉપલબ્ધ થશે. અને થોડા આર્થિક સધ્ધર થશે તેવા શુધ્ધ હેતુથી ખમીર સંસ્થા દ્વારા પાલારા ખાસ જેલ ભુજનો સહયોગ મળેલ છે.

વિશેષમાં જેલ ખાતે ચાલતા પ્લાસ્ટીક પ્રોજેકટ અંતર્ગત નાબાર્ડના સહયોગથી ૧(એક) કબાટ, રેન્ક અને ટેબલ આપવામાં આવેલ છે. જે પ્લાસ્ટીક ઉદ્યોગ ચાલે છે. તૈયાર માલ સામાન રાખવા અને સાળ સંભાળ માટે ઉપયોગમાં લેવામાં આવશે.

આ કાર્યક્રમમાં જેલ અધિક્ષક ડી.એમ. ગોહેલ તથા અત્રેની જેલ ફીઝીશીયન તથા સિવિલ સર્જન ડો.કે. એન. બુચ તથા ઇન્ચા જેલર કે.ટી.ઝાલા, ઇન્ચા જનરલ સુબેદાર લક્ષ્મણભાઇ તથા ખમીર સંસ્થાના સાથી મિત્રો દિપેશભાઇ બુચ, પ્રતાણભાઇ ચાવડા, અકિલભાઇ ભટ્ટી દ્વારા પ્રશંનીય કામગીરીની સરાહના કરવામાં આવેલ હતી. તેમજ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા તમામ સ્ટાફની ખુબ જ સારી કામગીરી કરેલ હતી.

Loading...