ચોરવાડ પોલીસ મથકમાં બે મહિલા સહિત પાંચ શખ્સો આરોપીને ભગાડી ગયા

86
five-persons-including-two-women-were-abducted-at-chorwad-police-station
five-persons-including-two-women-were-abducted-at-chorwad-police-station

પોલીસ સાથે ઝપાઝપી કરી લોકઅપમાંથી આરોપી સાથે પાંચેય ફરાર

જુનાગઢ તાજેતરમાં જુનાગઢ તાબેના ચોરવાડ પોલીસ સ્ટેશન માં ઘુસી પોલીસ સાથે ઝપાઝપી કરી આરોપીને છોડાવી જતા બે મહિલા સહિત ૫ શખ્સો સામે ગુનો દાખલ કરાતા આખાય પંથકમાં ચર્ચા સાથે ચકચાર નો માહોલ જામવા પામ્યો હતો આખા પ્રકરણમાં પોલીસ હજી સુધી મગનું નામ મરી પાળી રહી નથી

અંગે પોલીસ સૂત્રો પાસેથી મળી રહેલ ત્રુટક માહિતી અનુસાર તાજેતરમાં ચોરવાડ પોલીસ સ્ટેશનમાં કોઈ ગુન્હા સબ અટકાયત કરેલ આરોપી કાના ખીમાભાઇ પરમાર કોળી ઉ.વ ૬૦ વાળાને પોલીસ કસ્ટડીમાંથી છોડાવી ગયેલ બે મહિલા સહિત આવેલા ચાર શખ્સો અને પકડાયેલા આરોપી કાનાભાઈ પરમાર સહિતના પાંચ ઇસમો દ્વારા  રાત્રિના સુમારે  પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવી ફરજ પરના પોલીસ કર્મચારીઓ  સાથે ઝપાઝપી કરી આરોપીઓ પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપી કાના ખીમા પરમાર ને છોડાવી જતા ચોરવાડ પોલીસે ફરિયાદી પોલીસકર્મી રાજાભાઇ ભીમાભાઇ એ.એસ.આઇ.ચોરવાડ ની ફરિયાદ અનુસંધાને આરોપી પ્રવીણ કાનાભાઇ પરમાર, રામીબેન કાનાભાઇ, સંતોકબેન ,રાકેશ પરમાર, કાના ખીમાભાઇ પરમાર ,જાતે કોળી ઉ.વ ૬૦ રહે બધા ચોરવાડ વાળાઓ સામે આઈ પી સી કલમ   ૨૨૪, ૨૨૫, ૩૩૨, ૧૨૦(બી), ૧૪૩, ૧૪૭, ૧૪૯ અન્વયે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી હતી  પોલીસ સ્ટેશનમાં બનેલા બનાવથી આખાય પંથકમાં ભારે ચર્ચાઓ ઉઠવા પામી હતી આ બનાવની તપાસ ચોરવાડ પોલીસ સ્ટેશન પી.એસ.આઇ  એલ.એ.ભરગા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Loading...