Abtak Media Google News

કિકેટ સટ્ટાનો વીડિયો વાઈરલ થતા બે શખ્સોએ યુવાનનો બજારમા નિર્વસ્ત્ર ફેરવ્યો’તો

કાયદાથી કોઈ પર નથી: રેન્જઆઈજી દોડી આવ્યા: જિલ્લા પોલીસ વડા તરીકે ઈન્ટેલીજન્સમાંથી વાઘેલાની નિમણુંક

દેવભૂમિ દ્વારકાના વડામથક ખંભાળીયામાં ગઈકાલે બપોર બાદ બનેલા બનાવે સમગ્ર રાજયમાં હલચલ મચાવી છે. ક્રિકેટના સટ્ટા મામલે બે ગઢવી શખ્સોએ કાયદો વ્યવસ્થાહાથમાં લઈ એક શખ્સને નિર્વસ્ત્ર કરી બજારમાં ફેરવતા બનાવથી પોલીસ બેડામાં હલચલ મચી ગઈ હતી. રાજકોટથી રેન્જ આઈ.જી. સંદીપસિંઘ દોડી આવ્યા હતા. અને બંને બંધુઓ સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી કડક કાર્યવાહી શરૂ કરી હતી.

ખંભાળીયાનાં ઈતિહાસમાં પ્રથમ વખત પોલીસને ક્ષોભજનક સ્થિતિમાં મૂકતા બનાવથી સમગ્ર હાલાર પંથકમાં ભારે ચકચાર જાગી છે.કૂખ્યાત શખ્સોને અન્ય શખ્સ સાથે ક્રિકેટનો સટ્ટો સોશિયલ મિડિયામાં મૂકવા બાબતે વિવાદ સર્જાતા કુખ્યાત શખ્સોએ એ શખ્સના કપડા ઉતરાવી નગ્ન અવસ્થામાં દોઢેક કિ.મી. બજારમાં ફેરવી કાયદો હાથમાં લઈ ગુંડાગીરીનું ખૂલ્લેઆમ પ્રદર્શન કર્યુ હતુ. પોલીસે આ બનાવની ગંભીર નોંધ લઈ સાંજના સમયે માથાભારે શખ્સનું સરાજાહેર ફૂલેકુ ફેરવ્યું હતુ

અહીનાં ચંદુ અરજણ રૂડાચ નામના શખ્સે ક્રિકેટના સટ્ટાનો વીડિયો વાયરલ કરી આ પ્રકરણ ખૂલ્લુ કર્યું હતુ આ અંગે ભારા ગઢવી નામના શખ્સનો વિરોધ હતો આથી ભારા ગઢવીએ તેનાભાઈઓ કિરીટ ગઢવી, કાના ગઢવીને સાથે લઈ ચંદુ રૂડાચ (ગઢવી)નું અપહરણ કર્યું હતુ.

બાદમાં ચંદુ ગઢવીના કઢાળી નિર્વસ્થ કરી ભારા ગઢવી તથા કિરીટ ગઢવીએ શહેરનાં રસ્તા પર જાહેરમાં ફેરવ્યો હતો. ચંદુને નગ્ન અવસ્થામાં દોઢ કિ.મી. જેટલો ફેરવ્યો હતો અને આ દરમિયાન રસ્તામાં બે પોલીસ સ્ટેશનો આવતા હોવા છતાં પોલીસને આ બનાવની જાણ થઈ નહતી કે બનાવ આડા આંખ આડા કાન કર્યા હતા.

બનાવ બાદ પોલીસે માથાભારે શખ્સ ભારા ગઢવી તેનાભાઈ કિરીટ ગઢવી તથા કાના ગઢવી તથા માણસી ગઢવી સહિત પાંચ શખ્સો સામે ગુન્હો નોંધ્યો હતો. જે પૈકી ભારાગઢવી તથા કિરીટ ગઢવીનું પોલીસ અધિકારીઓએ શહેરમાં ફુલેકુ ફેરવી લોકોને પોલીસ સામે કોઈ માથાભારે નય કાયદો વ્યવસ્થા સર્વપરી છે એ બતાવ્યું હતુ.

ખંભાળિયામાં યુવાનને નિવસ્ત્ર કરી ફેરવવામાં આવ્યાના બનાવનો વિડિયો વાયરલ થયો હોય જેની રાજકોટ રેન્જના ડીઆઈજી સંદિપસિંહને જાણ થતા રાત્રીના નવેક વાગ્યે અહી દોડી આવ્યા હતા. અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી બાદમાં બનાવની તમામ વિગત જાણી બનાવ અંગેની કલમો તપાસી હતી.

ખંભાળીયામાં માથાભારે શખ્સો એટલી હદે પેધી ગયા કે જાણે અહી પોલીસનું કોઈ અસ્તિત્વ જ નહોય કાયદો વ્યવસ્થાની એક બે ત્રણ કરી માથાભારે શખ્સો દ્વારા વિરોધી શક્સને નિવસ્ત્ર કરી ફેરવવા જેવી ચેષ્ટા કરવા જેવી હિંમત કયારે કરી? દોઢ કિ.મી. લાંબારનમાં દોઢેક કલાક સુધી ચાલેલા ફુલેકામાં યુવાનને નિવસ્ત્ર કરી ફેરવવાથી માર્ગ પર નિકળતી મહિલાઓ પણ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ હતી.

બનાવ બાદ પોલીસના નામોશીની દિવસભર ચર્ચામાં રહી હતી લોકો ચર્ચા કરતા હતા કે બાહોશ પૂર્વ ડીવાયએસપી સુભાષ ત્રિવેદીએ ગુંડાગીરી સાફ કરી નાખી હતી આજે ખંભાળીયામાં સુભાષ ત્રિવેદીની જરૂર છે. ત્રિવેદી વગર ખંભાળીયામાં નઠારા તત્વો સાથે પરોક્ષ રીતે સંકળાયેલા પોલીસ કર્મીઓની સાફસુફી થઈ શકે તેમ નથી. ખંભાળીયા માટે સુભાષ ત્રિવેદી, અરવિંદસિંહ જાડેજા, આર.આર. સિંઘાલ, એચ.પી.દોશી જેવા નિષ્ઠાવાન અધિકારીઓને ફરજ સોંપવા લોક લાગણી પ્રવર્તી છે.

બનાવના પડઘા છેક ગાંધીનગર સુધી પડયા છે. અને ડીઆઈજી સંદીપસિંઘ અહી દોડી આવ્યા બાદ રાત્રે દ્વારકાના એસ.પી. સુનિલ જોષી હાલ રજા પર હોય તેમનો ચાર્જ ડીવાયએસપી હિતેન્દ્રસિંહ ચૌધરી પાસે હતો તે જગ્યા પર મોડીરાત્રે ગાંધીનગરથી ઈન્યેલીજન્સમાં ફરજ બજાવતા વિશાલ વાઘેલાને એસ.પી. તરીકે મૂકવામાં આવ્યા છે. સ્થાનિક અધિકારીઓને રાજકારણનું ગ્રહણ નડે તો માથાભારેની ફરી વાર છૂટ મળી જાય છે. જાણપીછાણ વગનાં તથા ગૃહ મંત્રાલયના સીધા દોરી સંચારથી નવા એસ.પી.ની. નિમણુંક કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.