Abtak Media Google News

રોકડ, મોબાઈલ અને બાઈક મળી રૂ.૭૭ હજારનો મુદામાલ જપ્ત

ધોરાજી તાલુકાના વેગડી ગામમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પોલીસે ૧૪ હજારની રોકડ, ૬ મોબાઈલ અને ૨ બાઈક મળી રૂ.૭૭ હજારનો મુદામાલ કબજે કર્યો છે. પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ધોરાજી તાલુકાના વેગડી ગામમાં જીઆઈડીસીની બાજુમાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યાની બાતમી ધોરાજી પોલીસને મળતા દરોડો પાડી જુગટુ રમતા મનસુખ ઉકાભાઈ શેખવા, બાબુ મેરામણભાઈ કોડીયાતર, મનોજ મોહનભાઈ શેખવા, ભરત ભીખાભાઈ બોઘરા અને અશ્ર્વિન અરજણભાઈ વાઘેલા નામના પતાપ્રેમીઓને ઝડપી હેડ કોન્સ્ટેબલ વી.એન.ચાવડા સહિતના સ્ટાફે પટમાંથી ૧૪ હજારની રોકડ, ૬ મોબાઈલ અને બે મોટર સાયકલ મળી કુલ રૂ.૭૭ હજારનો મુદામાલ જપ્ત કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.