Abtak Media Google News

કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય દ્વારા અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસ એટલે કે સીબીડીટી દ્વારા જે સ્ક્રુટીનીમાં લેવાતા કેસો છે તેને ૫ પેરામીટરના આધારે નક્કી કરવામાં આવશે. આવક વેરા વિભાગમાં કેન્દ્ર સરકારે ધરમુળથી ફેરફારો કર્યા છે. જેથી હવે કરદાતાઓના કેસોની તપાસ ક્યાં અધિકારી કરી રહ્યાં છે તેની કોઈ વિગત મળી શકશે નહીં. જેથી હવે સ્ક્રુટીનીમાં લેવાતા રિટર્નના કેસો માટે સરકાર પેરામીટર નક્કી કરશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસ દ્વારા પાંચ પેરામીટરોને નિર્ધારીત કરવામાં આવ્યા છે. જેના થકી હવે રિટર્ન અંગેના સ્ક્રુટીના કેસો નેશનલ એસેસમેન્ટ દ્વારા નક્કી કરવામાં આવશે.

એનઈએસઈ દ્વારા જે કેસો સ્ક્રુટીનીમાં લેવામાં આવશે તેમાં સર્વે, સર્ચ, સીઝર જેવા કેસોને ફેસલેસ એસેસમેન્ટમાં આવરી લેવા સીબીડીટીએ તાકીદ પણ કરી છે. બોર્ડ દ્વારા જે પેરામીટર નક્કી કરવામાં આવ્યા છે. તેમાં સર્વે સર્ચ જેવા કેસોમાં ૧૪૮ મુજબની જે નોટિસ આપવામાં આવી હોય તે તમામ રિટર્નના કેસોને ફેસલેસ એસેસમેન્ટમાં આવરી લેવાશે.

હાલ આવકવેરા વિભાગ ખાતે ઘણી ખરી તકલીફો અને કરદાતાઓને પ્રશ્ર્નો મુંઝવતા હતા. તેઓને તેમના રિટર્નને લગતા કેસોની યોગ્ય તપાસ થવી જોઈએ તે માટે અનેક ફરિયાદો પણ ઉઠવા પામી હતી. પરંતુ નવી પધ્ધતિ અને નવા નિયમોના આધારે હવે સ્ક્રુટીનીના કેસોને પહેલેથી જ નિર્ધારીત કરવામાં આવશે અને તે આધારે જ તેમના કેસોનું નિરાકરણ લવાશે. હાલ આવકવેરા વિભાગ કચેરી ખાતે જે કેસ ઓફિસર દ્વારા હેન્ડલ કરવામાં આવતા હતા તે અંગે કોઈ સ્ક્રુટીની થતી ન હતી.  પરંતુ હવે કરદાતાઓના કેસોને યોગ્ય ન્યાય મળી રહે અને કેસોના ભારણમાં ઘટાડો થાય તે દિશામાં હાલ પગલાઓ લેવામાં આવી રહ્યાં છે. અનેકવિધ વખત કરદાતાઓના કેસોને સ્ક્રુટીનીમાં લેવામાં ન આવતા હતા કારણ કે એ વાત નક્કી હતી કે, ક્યાં કરદાતાઓના કેસને સ્ક્રુટીનીમાં લેવા પરંતુ આવકવેરા વિભાગ દ્વારા જે નવા મુદ્દાઓ અને નવા કાયદાઓને અમલી બનાવવામાં આવ્યા છે તેનાથી કરદાતાઓના કેસોને પાંચ પેરામીટરમાં તેની તુલના કરી સ્ક્રુટીનીમાં લેવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.