Abtak Media Google News

તરણતારણથી ઘુસણખોરીનો પ્રયત્ન કરતા આતંકીઓ અને બીએસએફ વચ્ચે અથડામણ: ઘુસણખોરોની એકે-૪૭ રાયફલ અને ૨ પિસ્તોલ જપ્ત કરાઈ: દિલ્હીમાં ઈસ્લામિક સ્ટેટનો એક આતંકી વિસ્ફોટકો સાથે પકડાયો: દેશમાં મોટા આતંકી કાવતરાનો ખુલાસો: જમ્મુ-કાશ્મીરમાં પણ એક આતંકીનો ખાતમો બોલાવાયો

દેશમાં આજે સુરક્ષા દળોએ ત્રણ અલગ અલગ સ્થળોએ આતંકવાદી મન્સુબા નાકામ કર્યા છે. જેમાં પંજાબના તરણતારણથી ઘુસણખોરીનો પ્રયત્ન કરતા પાકિસ્તાની આતંકીઓને બીએસએફની ટુકડીએ ઠાર કરી દીધા છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીરના બારામુલાના સાલુસા વિસ્તારમાં સેનાએ એક આતંકીને ઠાર માર્યો છે. આ સ્થળે અથડામણ હજુ શ‚ છે. આતંકી વિરુધ્ધના આ ઓપરેશનમાં સેના, પોલીસ અને સીઆરપીએફના જવાનો સામેલ છે. આ ઉપરાંત દિલ્હીમાંથી પણ આજે ઈસ્લામીક સ્ટેટના એક આતંકીની ધરપકડ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામી હતી.

પંજાબના તરણતારણથી ઘૂસણખોરીનો પ્રયત્ન કરતાં ૫ પાકિસ્તાનીને બીએસએફએ ઠાર કરી દીધા છે. શંકાસ્પદ પ્રવૃતિથી થતી દેખાતા બીએસએફના જવાનોએ તેમને રોકવાનો પ્રયત્ન પણ કર્યો હતો, પરંતુ ઘૂસણખોરોએ ફાયરિંગ કરતાં જવાનોએ જવાબી કાર્યવાહી કરી હતી. તેમાં ઘૂસણખોરો ઠાર મરાયા હતા.તેઓ આતંકી અથવા ડ્રગ તસ્કરો હોવાની આશંકા છે. ઘટનાસવારે પોણા પાંચ વાગે બની હતી. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે.તો આ તરફ, જમ્મુ-કાશ્મીરના બારામૂલામાં પણ સેનાએ એક આતંકીને ઠાર માર્યો છે.

પંજાબ સરહદે ઠાર મારેલા પાંચ ઘુસણખોરોના મૃતદેહ સહીત ઘટનાસ્થળેથી એક રાઇફલ અને એક બેગ મળી આવી છે. અથડામણ તરણતારણ જિલ્લાના ઢલ પોસ્ટ નજીક બની હતી. બીએસએફના સિનિયર અધિકારીઓએ જણાવ્યું કે જવાન રાબેતા મુજબ પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે સમય દરમિયાન, તેમને ઢલના સરહદી ગામ નજીક પાકિસ્તાનની બાજુથી કેટલાક શંકાસ્પદ ભારતીય સરહદમાં પ્રવેશ કરતા જોવા મળ્યા હતા. ત્યાર બાદ સેનાના જવાનો એલર્ટ થઇ ગયા હતા.

નવી દિલ્હીના ધૌલા કુઆં રીંગ રોડ પર પોલીસ અને જૈશ એ મુહમ્મદના મનાતા આતંકવાદીઓએ વચ્ચે અથડામણ થઇ રહી હોવાના અને અબુ યુસુફ ખાન નામનો એક આતંકવાદી જીવતો પકડાયો હોવાની જાણકારી મળી હતી.

અગાઉથી મળેલી બાતમીના આધારે પોલીસે શુક્રવારે રાત્રે આ ઓપરેશન શરૂ કર્યું હતું. યુસુફ પાસેથી બે ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોસીવ ડિવાઇસ  અને બીજાં શસ્ત્રો મળ્યાં હતાં. પોલીસને અગાઉથી એવી બાતમી મળી હતી કે જૈશના ત્રણ આતંકવાદી પાટનગર નવી દિલ્હીમાં ઘુસ્યા હતા અને મોટો આતંકવાદી હુમલો કરવાની તૈયારીમાં હતા.

આતંકવાદીઓએ પાટનગરના ઘણાં સ્થળોની રેકી કરી હતી. તેમના ટાર્ગેટ પર એક મહાનુભાવ હતા જેમની ઓળખ હજુ થઇ નથી. આ લખાઇ રહ્યું હતું ત્યારે પણ આતંકવાદીઓ સાથે અથડામણ ચાલુ હતી. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલના ડીસીપી પ્રમોદ સિંહ કુશવાહાએ કહ્યું હતું કે આ એન્કાઉન્ટર દરમિયાન પકડાયેલા યુસુફ નામના આતંકવાદી પાસેથી બે વિસ્ફોટક અને બીજાં હથિયારો મળ્યાં હતાં. એની પાસેથી મળનારી માહિતીના પગલે બીજા કેટલાક લોકોની ધરપકડ થઇ શકે છે.

આતંકવાદી અબુ યુસુફ ખાન ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને દિલ્હીમાં એક મોટા હુમલાની ફિરાકમાં હતો એવું પોલીસે કહ્યું હતું. શુક્રવારે રાતથી શરૂ થયેલા સામસામા ગોળીબાર પછી અબુ જીવતો ઝડપાયો હતો જ્યારે બીજો આતંકવાદી નાસી છૂટવામાં સફળ થયો હતો. અબુ પાસેથી મળેલા વિસ્ફોટકને નેશનલ સિક્યોરિટી ગ્રુપના બોમ્બ નિષ્ણાત જવાનોએ ડિફ્યૂઝ કર્યો હતો. પોલીસ પ્રવક્તાએ હાલ વધુ કોઇ માહિતી આપવાનો ઇનકાર કરતાં ફક્ત એટલી માહિતી આપી હતી કે અબુ અને એનો સાથી પાટનગરમાં કોઇ મોટો હુમલો કરવાની ફિરાકમાં હતા અને ખાસ તો એક વીઆઇપી નેતાની હત્યા કરવા માગતા હતા.

અત્રે એ નોંધવું જોઇએ કે છેલ્લા થોડા દિવસ પહેલાં ગુપ્તચર વિભાગને એવી માહિતી મળી હતી કે જૈશ એ મુહમ્મદના ત્રણ આતંકવાદી દિલ્હીમાં ઘુસ્યા હતા અને એ લોકો કોઇ મોટો હુમલો કરવાની તૈયારીમાં હતા. આ બાતમી મળ્યા બાદ પોલીસ વધુ સતર્ક થઇ ગઇ હતી અને પોતાના બાતમીદારોને પણ કામે લગાડી દીધા હતા જેથી સમયસર પગલાં લઇ શકાય.

પોલીસ પ્રવક્તાએ એવો પણ સંકેત આપ્યો હતો કે અબુ પાસેથી વધુ માહિતી મળતાં કેટલાક લોકોની ધરપકડ થઇ શકે છે. કયા નેતાની હત્યા કરવાની અબુની યોજના હતી એ કહેવાનો આ પોલીસ પ્રવક્તાએ ઇનકાર કર્યો હતો. છેલ્લા થોડા સમયથી જમ્મુ કશ્મીરના વિવિધ વિસ્તારોમાં આતંકવાદીઓ લગભગ રોજ છમકલાં કરતા રહ્યા હતા. સિક્યોરિટી દળો માને છે કે એ રીતે સિક્યોરિટીનું ધ્યાન સતત જમ્મુ કશ્મીરમાં રોકી રાખીને આતંકવાદીઓ દિલ્હીમાં મોટો હુમલો કરવાની યોજના ઘડી રહ્યા હતા. પોલીસને બાતમી સમયસર મળી જતાં શુક્રવારે રાત્રે એન્કાઉન્ટર શરૂ થયું હતું.

ઉલ્લેખનીય છે કે, આતંકી પાસેથી ૨ વિસ્ફોટક અને એક પિસ્તોલ મળી આવી છે. વિસ્ફોટકને પ્રેશર કુકરમાં ફીટ કરવામાં આવ્યો હતો. આતંકીનું નામ અબૂ યૂસુફ ખાન છે. તે લોન વુલ્ફ અટેક એટલે કે એકલો જ હુમલો કરવાની ફિરાકમાં હતો. યૂસુફ ઘણા વિસ્તારોમાં રેકી કરી ચુક્યો હતો. ઝડપાયેલા આતંકીનું નામ અબૂ યૂસુફ ખાન હોવાનું સામે આવ્યું છે. પોલીસે ધૌલાકુઆં અને કરોલ બાગ વચ્ચે રિજ રોડ પર શુક્રવારે આ કાર્યવાહી કરી હતી. સ્પેશ્યલ સેલના ડીસીપી પ્રમોદસિંહ કુશવાહે આ અંગેની માહિતી આપી છે.બુદ્ધા જયંતી પાર્કની આસ પાસ નેશનલ સિક્યોરિટી ગાર્ડના કમાન્ડોને તહેનાત કરી દેવાયા છે.

પાકિસ્તાનના પંજાબમાંથી ભારતમાં ડ્રગની તસ્કરી

ફિરોઝપુરમાં બીએસએફની કેમ્પ ઓફિસથી સિનિયર અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઢલ વિસ્તાર તરણતારણ જિલ્લાના મુખ્યમથકથી ૬૦ કિમી.દૂર છે. અગાઉ પણ આ વિસ્તારમાં ઘૂસણખોરી અને ડ્રગની તસ્કરીના પ્રયાસો થયા છે. અહીંથી લાહોર નજીક છે. બીએસએફએ ગુરદારપુર સેક્ટરમાં બીઓપી ચંદૂ વડાલાની નજીક ૮૯ બટાલિયને જવાનો અને એસટીએફ (સ્પેશિયલ ટાસ્ક ફોર્સ)એ થોડા સમય પહેલા ૫ કિલો હેરોઇન જપ્ત કર્યું હતું. પાકિસ્તાની તસ્કર પાસેથી હેરોઇન મંગાવનાર એક યુવક સુખવિંદરસિહ કાકાની ધરપકડ કરવામાં આવી હતી.

કેરળ અને કર્ણાટકમાં મોટી સંખ્યામાં આઈએસના આતંકી હોવાની દહેશત

દિલ્હીમાં પોલીસની સ્પેશિયલ ટુકડીએ આજે ઈસ્લામીક સ્ટેટનો એક આતંકી પકડયા બાદ સુરક્ષા બંદોબસ્ત જડબેસલાક કરી દેવાયો છે. દરમિયાન કેરળ અને કર્ણાટકમાં મોટી સંખ્યામાં આઈએસના આતંકીઓ હોવાની શકયતા પણ નિષ્ણાંતો વ્યકત કરી રહ્યાં છે. ભારતમાં અલ કાયદાનું આતંકી સંગઠન એક્યુઆઈએસ તેના પૂર્વ પ્રમુખની મોતનો બદલો લેવાની તૈયારી કરી રહ્યું હોવાનું પણ માનવામાં આવે છે. કેરળ અને કર્ણાટકમાં આઈએસના ૨૦૦ જેટલા આતંકીઓ હોવાની વકી છે. આ આતંકીઓ પાકિસ્તાન-બાંગ્લાદેશ અને મ્યાનમારના હોવાનું જાણવા મળે છે.

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સામે સેનાનું ઓપરેશન

જમ્મુ-કાશ્મીરમાં વધુ એક આતંકીનો સફાયો સુરક્ષા દળ દ્વારા કરવામાં આવ્યો છે. બારામુલાના સાલુસા વિસ્તારમાં આજે ફરી આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણ દરમિયાન સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો હોવાનું જાણવા મળે છે. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ૧૫ દિવસથી સતત આતંકી હુમલા થઈ રહ્યાં છે અને સેના દ્વારા પણ આતંકીઓને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે.

દિલ્હીમાં લોન વુલ્ફ અટેક પ્લાન હતો

આતંકી પાસેથી ૨ વિસ્ફોટક અને એક પિસ્તોલ મળી આવી છે. વિસ્ફોટકને પ્રેશર કુકરમાં ફીટ કરવામાં આવ્યો હતો. આતંકીનું નામ અબૂ યૂસુફ ખાન છે. તે લોન વુલ્ફ અટેક એટલે કે એકલો જ હુમલો કરવાની ફિરાકમાં હતો. યૂસુફ ઘણા વિસ્તારોમાં રેકી કરી ચુક્યો હતો. ઝડપાયેલા આતંકીનું નામ અબૂ યૂસુફ ખાન હોવાનું સામે આવ્યું છે. પોલીસે ધૌલાકુઆં અને કરોલ બાગ વચ્ચે રિજ રોડ પર શુક્રવારે આ કાર્યવાહી કરી હતી. સ્પેશ્યલ સેલના ડીસીપી પ્રમોદસિંહ કુશવાહે આ અંગેની માહિતી આપી છે.બુદ્ધા જયંતી પાર્કની આસ પાસ નેશનલ સિક્યોરિટી ગાર્ડના કમાન્ડોને તહેનાત કરી દેવાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.