Abtak Media Google News

ચરખડી પાસેથી આઇસરમાંથી ૨૨૦૮ બોટલ દારૂ અને ચોરડી પાસેથી કારમાંથી ૧૯૨ બોટલ દારૂ પકડાયો: રૂ.૨૨.૪૦ લાખનો મુદામાલ કબ્જે: જૂનાગઢના બુટલેગરની સંડોવણી ખુલ્લી

વિધાનસભાની ચૂંટણી દરમિયાન પોલીસના સઘન વાહન ચેકીંગ અને પેટ્રોલીંગના કારણે બુટલેગરો દ્વારા દા‚નું વેચાણ અટકી ગયું હોય તેમ પોલીસ બંદોબસ્ત વિડ્રો થતાની સાથે જ બુટલેગરો દ્વારા વિદેશી દારૂની હેરાફેરી શરૂ થતા ગોંડલ પોલીસે ચોરડી અને ચરખડી ગામ પાસેથી રૂ.૧૨.૭૨ લાખની કિંમતની ૨૨૦૮ બોટલ વિદેશી દારૂ રાજકોટના પાંચ શખ્સોની પોલીસે ધરપકડ કરી પૂછપરછ કરતા જૂનાગઢના બુટલેગરની સંડોવણી બહાર આવતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢ તરફથી રાજકોટ તરફ વિદેશી દારૂ સાથે જી.જે.૨૬ટી. ૪૭૦૨ નંબરના આઇસર ટ્રકમાં વિદેશી દારૂ આવતો હોવાની બાતમીના આધારે જિલ્લા પોલીસ વડાના માર્ગ દર્શન હેઠળ ડીવાય.એસ.પી. દિનેશસિંહ ચૌહાણ, પી.એસ.આઇ. કે.કે.ગોહિલ અને વાય.બી.રાણા સહિતના સ્ટાફે ચરખડી ગામ પાસે વોચ ગોઠવી હતી.

પોલીસની વોચ દરમિયાન આઇસર પસાર થતા અટકાવી તલાસી લેતા તેમાંથી ૨૨૦૮ બોટલ વિદેશી દારૂ મળી આવતા રાજકોટના કાલાવડ રોડ પર આવેલા વામ્બે આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા નિતિન મનોહરલાલ દેવનાણી અને ઉનાના રહીમ હમીદ મુન્સી નામના શખ્સોની ધરપકડ કરી આઇસર કબ્જે કરી બંને શખ્સોની પૂછપરછ કરતા તેઓ જૂનાગઢના ધીરેન કારીયા નામના બુટલેગર પાસેથી વિદેશી દા‚ લાવ્યા હોવાની અને તેની સાથે ઇક્કો કાર પણ વિદેશી દા‚ સાથે જૂનાગઢથી રાજકોટ આવવાના રવાના થયાની કબૂલાત આપી હતી.

બંને શખ્સોની કબૂલાતના આધારે પોલીસે ચોરડી ગામ પાસે વોચ ગોઠવી જી.જે.૧૧બીએચ. ૪૯૪૯ નંબરની ઇક્કો કારને ઝડપી લીધી હતી. કારમાં વિદેશી દારૂ લઇને આવી રહેલા રાજકોટ ગાંધીગ્રામ ધરમનગર આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા મહેબુબખાન હુસેનખાન પઠાણ, જિલ્લા ગાર્ડન પાસે કવાર્ટરમાં રહેતા રફિક જુસબ મથુકુપરા અને ભવાની ચોકના સમીર કરીમ ડેરૈયા નામના શખ્સોની ૧૯૨ બોટલ દારૂ સાથે ધરપકડ કરી છે.

પોલીસે બંને દરોડામાં રૂ.૧૨.૭૨ લાખની કિંમતની ૨૪૦૦ બોટલ વિદેશી દારૂ, મોબાઇલ, ઇક્કો કાર અને આઇસર મળી રૂ.૨૦.૪૦ લાખનો મુદામાલ કબ્જે કરી જૂનાગઢના ધીરેન કારીયાની શોધખોળ હાથધરી છે.

માણાવદરના સરદારગઢ ગામ પાસેથી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બુટલેગરો પોલીસને જોઇ કાર રેઢી મુકી ભાગી જતા પોલીસે કારમાં તપાસ કરતા રૂ.૪૩,૨૦૦ની કિંમતની ૧૦૮ બોટલ વિદેશી દારૂ મળી આવતા રૂ.૩ લાખની કિંમતની કાર કબ્જે કરી ભાગી છૂટેલા ત્રણેય બુટલેગરની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.