ભાજપના ધારાસભ્ય રાધવજી પટેલ સહિત પાંચને છ માસની કેદ: ત્રણ નિર્દોષ

ધ્રોલની હોસ્પિટલમાં ૧૩ વર્ષ પહેલા તોડફોડના મામલે

તત્કાલીન ધારાસભ્ય રાધવજી, કોંગી અગ્રણી અને ત્રણ પત્રકારો સામે ગુનો નોંધાયો’તો

ધ્રોલ: સુપ્રિમ કોર્ટ દ્વારા સંસદ સભ્ય અને ધારાસભ્ય સહિત રાજકીય નેતાઓ સામે ઝડપથી ક્રિમીનલ કેસ ચલાવવા કરેલી ટકરોને પગલે કોર્ટ દ્વારા કોરોનાના કાર્યકાળમાં અનલોક વચ્ચે કલોલની અદાલતે સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ દેવજી ફતેપરાને ચેક રીટર્ન કેસમાં સજાનો કર્યા હતો. તેમજ રાજકોટની અદાલતે ધારાસભ્ય કાંધલ જાડેજા સામે સમન્સ ઇસ્યુ કર્યુ હતું. જયારે ધ્રોલની હોસ્પિટલમાં વર્ષ ૨૦૦૭માં તોડફોડ કરવાના ગુનાના કેસમાં અદાલતે કોંગીના તત્કાલીન ધારાસભ્ય અને હાલ ભાજપના ધારાસભ્ય રાધવજી પટેલ સહિત પાંચ શખ્સોને તકસીરવાન ઠેરવી છ માસની સજા અને દંડનો હુકમથી રાજકોટ વર્તુળોમાં સન્નાટો વ્યાપી ગયો છે. જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકા મથકે વર્ષ ૨૦૦૭માં તત્કાલીન કોંગ્રેસના ધારાસભ્ય રાધવજીભાઇ પટેલ, તેના ટેકેદારો અને ત્રણ પત્રકારો સહિતનાઓ સામે હોસ્પિટલમાં તોડફોડ કરવા અંગેની ફરીયાદ નોંધાઇ હતી. જેની સામે ફરીયાદ વિડ્રોઅલ કરવા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જે કોર્ટે અમાન્ય રાખી હતી. દરમિયાન તાજેતરમાં સુપ્રિમ કોર્ટ દ્વારા કરવામાં આવેલી ટકોર મુજબ સાંસદ અને ધારાસભ્યો સામે ચાલતા ક્રિમીનલ કેસ ડુ ટુ ડે ચલાવવાના હુકમને લઇને ધારાસભ્ય રાધવજી પટેલ સામેનો કેસ ધ્રોલ અદાલતમાં ચાલી જતા તત્કાલીન કોંગ્રેસના અને હાલ ભાજપના ધારાસભ્ય રાધવજી પટેલ, નરેન્દ્રસિંહ જાડેજા, પત્રકારો જીતુ શ્રીમાળી, જયેશ ભટ્ટ અને કરણસિંહ સબ્બીર ચાવડા, પાચા વરુ અને લગધીરસિંહ જાડેજા સામેના આરોપો સાબિત નહિ થતા આ ત્રણને નિર્દોષ જાહેર કરાયા છે. આ કેસમાં દોષિત ઠેરવેલા ધારાસભ્ય રાધવજી પટેલ અને અન્ય આરોપીઓને છ માસની સજા અને રૂપિયા દસ હજારના દંડની સજા ફટકારી છે.

Loading...