બોટાદમાં જુગાર રમતા પાંચ ઝડપાયા : ચાર ફરાર

રોકડ, કાર અને મોબાઇલ મળી રૂ. ૭,૦૭ લાખનો મુદામાલ કબ્જે

બોટાદ શહેરમાં લોકડાઉન દરમિયાન જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને રોકડ, કાર, અને મોબાઇલ મળી રૂ . ૭.૦૭ લાખના મુદામાલ સાથે લોકલ પોલીસને ઉંઘની રાખી આર.આર. સેલે ઝડપી લીધા છે. જયારે દરોડા દરમિયાન ચાર શખ્સો નાશી જતા તેની શોધખોળ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહીતી અનુસાર બોટાદમાં આવેલા ગાયત્રીનગર નજીક જુગાર રમાતો હોવાની બાતમી આર.આર. સેલને મળતા દરોડો પાડી જુગાર ખેલતા બોટાદના રણજીતભાઇ આયાભાઇ ધાંધલ, મહેન્દ્રભાઇ બાવકુભાઇ ખાચર, રણજીતભાઇ ઓઢાભાઇ ખાચર, દિનેશ મનજીભાઇ પરમાર અને વિનોદભાઇ રૂ પસંગભાઇ  નામના પત્તાપ્રેમીઓને રોકડ રૂ.૧.૦૬ લાખ, એક કાર અને બે મોબાઇલ મળી રૂ.૭.૦૭ લાખનો મુદામાલ પી.એસ.આઇ. આર.એચ.બાર ટી.એસ. રીઝવી હેડ કોન્સ્ટેબલ જયેશભાઇ ધાધલ, અરવિંદભાઇ મકવાણા અને અરવિંદભાઇ મકવાણા અને કોન્સ્ટેબલ જયદિપસિંહ ગોહિલ સહિતના સ્ટાફે કબ્જે કર્યો છે. જયારે દરોડા દરમિયાન મંગળભાઇ દદુભાઇ ખાચર, પ્રતાપભાઇ જીણુભાઇ ખાચર, પુનાભાઇ વલકુેભાઇ ધાધલ અને નનકુભાઇ અલકુભાઇ વાળા નામના શખ્સો નાશી જતા તેઓની શોધખોળ હાથ ધરી છે.

Loading...