પોરબંદર બેઠક માટે ભાજપમાં પાંચ દાવેદારો: ‘રાદડીયા’ પરીવાર ફેવરીટ

280

રાદડીયા, ખાચરીયા, કોરાટ, બોઘરા અને ઠેસીયાનાં નામો ચર્ચામાં

ધોરાજીમાં ૧૧-પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.ભાજપના રાજ્યના સભ્ય શંભુનાથજી ટુંડીયા અને રાજકોટ જિલ્લા ભાજપના હોદેદારોની ઉપસ્થિતિમાં પોરબંદર લોકસભા બેઠકમાં સમાવેશ પામેલ ગોંડલ,જેતપુર,ધોરાજી,ઉપલેટા , જામકંડોરણા, માણાવદર સહિતની વિધાનસભા બેઠકની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.આ સેન્સ પ્રક્રિયામાં કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા,સહિતના ભાજપના રાજકોટ જિલ્લા,તાલુકાના હોદેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.

જેમાં ગોંડલમાંથી માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા , જયંતિભાઈ ઢોલ,જેતપુરમાંથી જયેશભાઈ રાદડીયા,મનસુખભાઈ ખાચરીયા,પ્રશાંત કોરાટ,ધોરાજીમાં ગોરધનભાઈ ધામેલીયા,હસમુખભાઈ ટોપલીયા તેમજ ઉપલેટામાં માજી ઑ  ધારાસભ્ય પ્રવિણભાઈ માકડીયા ,નરશીભાઈ મુંગલપરા , વિડી પટેલ ,હરસુખ ટોપીયા,જયસુખ ભાઈ ઠેસીયા,હરકિસન ભાઈ માવાણી,કે પી માવાણી , પરેશ વાગડીયા,મનસુખ ભાઈ સોલંકી , સુખદેવ સિંહ વાળાં , હિતેષ કોયાણી,અરવિંદ ભાઈ વોરા , મહેશ પટેલ, નિલેશ ભાઈ કણસાગરા , આર સી ભૂત , રણછોડ ભાઈ કોયાણી , દિલિપ ભાઈ ચાવડા,દાનભાઈ ચંદ્ર વાડીયા , જેતપુર , ગોંડલ , ઉપલેટા , માણાવદર , ગામો ના આગેવાનો , કાર્યકર્તા , મહાનુભાવો , હોદ્દેદારો સહિતના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને જે લોકો એ પોતપોતાની ટિકીટની દાવેદારી કરી હતી.

જેમાં મુખ્યત્વે લલિતભાઈ રાદડીયા,મનસુખભાઈ ખાચરીયા,જસુમતિબેન કોરાટ , ભરતભાઈ બોઘરા , જયસુખ ઠેસીયા સહિતના લોકો પોરબંદર બેઠકના સંભવિત ઉમેદવાર હોવાની વિગતો જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.આ પોરબંદર લોકસભાની બેઠક ઉપર હાલમાં વર્તમાન સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયા અને કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાના મોટાભાઈ લલિતભાઈ રાદડીયાનું મોખરે હોવાની વિગતો ભાજપના આગેવાનોએ વ્યક્ત કરી હતીરમેશભાઈ મોગરા તથા આધશક્તિ બેન તથા શંભુ નાથજી ટુંડીયા નિરીક્ષકો ની અધક્ષકતા માં આ મીટીંગ યોજાઇ.

Loading...