Abtak Media Google News

મોરબી તાલુકા પોલીસે જુના રફાળેશ્વર રોડ પર બાઈક ઉપર પાંચ વિદેશી દારૂની બોટલ લઈને જતા બે શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી નજીક જુના રફાળેશ્વર રોડ પર રામાપીરના ઢોળા પાસે બાઈક પર પાંચ વિદેશી દારૂની બોટલ લઈને જતા સાગર કાંતિ પલાણ અને રવિ જીતેન્દ્ર પાલાને પકડી પાડવામાં આવ્યા હતા. તાલુકા પોલીસે બન્ને શખ્સોને રૂ. ૩૧,૫૦૦ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.