Abtak Media Google News

પડધરી ગ્રામ પંચાયત દ્વારા ૧૫૦ મી ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન અને ફીટ  ઇન્ડિયા અંતર્ગત ફિટનેસ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને રાજકોટ જિલ્લા  ગ્રામ્ય મદદનીશ કલેકટર ડો. ઓમ પ્રકાશ શર્મા,પડધરી તાલુકા મામલતદાર શ્રી ભાવનાબેન વિરોજા,  પડધરી તાલુકા વિકાસ અધિકારી નૈેમીષ ગણાત્રા, પડધરી ગ્રામ પંચાયત સરપંચ ડો. વિજયભાઇ પરમાર, ઉપસરપંચ ચેતન સિંહ જાડેજા,  પડધરી તાલુકા હેલ્થ ઓફિસર ગોરીયા સાહેબ, સામાજિક અને રાજકીય આગેવાનો ,પડધરી તાલુકા સરકારી તથા ખાનગી શાળા અને કોલેજના પ્રિન્સિપાલ અને શિક્ષકો  આ કાર્યક્રમમાં જોડાઈ પડધરી બસસ્ટેન્ડ થી ચાલીને રસ્તામાં પડેલ કચરો તથા પ્લાસ્ટિક ની સફાઇ કરી હતી. બધા અધિકારીઓ આગેવાનો અને વિદ્યાર્થીઓ પડધરી તાલુકા અને ગ્રામ્ય વિસ્તારને પ્રદૂષણ રહિત અને ચોખ્ખું બનાવવા માટે ઝુંબેશ ઉપાડી હતી.  ત્યારબાદ ખોડીયાર હોટલમાં સ્ટેજ કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આવેલા મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને જ્યાં-ત્યાં કચરો ન ફેંકવા અને પડધરી શહેર પ્લાસ્ટિક મુક્ત કરવા સપથ લેવડાવ્યા હતા. ગાંધીજી ના ૧૫૦ મી જન્મ જયંતિ નિમિત્તે ગ્રામ પંચાયત દ્વારા પડધરી શહેરમાં  સિંગલ યુઝ પ્લાસ્ટિક નો ઉપયોગ ન થાય તે માટે ઠરાવ કર્યો હતો. રાજકોટ જિલ્લા ગ્રામ્ય મદદનીશ કલેકટર ડો. ઓમ પ્રકાશે માત્ર ૨ ઓક્ટોબર જ નહીં પરંતુ બારે મહિનાની બે તારીખ ગાંધી દિન તરીકે ઉજવીશુ અને દર મહિનાની ૨ તારીખે પડધરી માં અલગ અલગ કાર્યક્રમો રાખી જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરીશું તેવી ખાતરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.