Abtak Media Google News

સપ્ટેમ્બર મહિનાનો પગાર પણ બે ટકા વધુ મોંઘવારી ભથ્થા સાથે અપાશે: કર્મચારી પરીષદની રજુઆતને સફળતા

કોર્પોરેશનના કર્મચારીઓને સાતમા પગારપંચના એરીયર્સની રકમ ૩ હપ્તામાં ચુકવવામાં આવશે તેવી જાહેરાત કર્યાના બે વર્ષ બાદ એક પણ હપ્તો ચુકવવામાં ન આવતા અને ૨ ટકા મોંઘવારી ભથ્થુ પણ ન ચુકવાતા આજે કર્મચારી પરીષદ દ્વારા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીને રજુઆત કરવામાં આવી હતી જેને સફળતા મળી છે.

ચાલુ માસના પગારમાં ૨ ટકા મોંઘવારી ભથ્થુ ચુકવી દેવામાં આવશે અને દિવાળી સુધીમાં ૭માં પગારપંચના એરીયર્સનો પ્રથમ હપ્તો ચુકવી દેવાશે તેવી ખાતરી આપતા કર્મચારી પરીષદે આગામી ૨૪મીથી જે આંદોલનની જાહેરાત કરી હતી તે મોકુફ રાખવાની ઘોષણા કરી છે.

આજે રાજકોટ મહાપાલિકા કર્મચારી પરીષદ દ્વારા કરવામાં આવેલી રજુઆત બાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ હોદેદારોની એવી ખાતરી આપી હતી કે ૨ ટકા મોંઘવારી સપ્ટેમ્બર મહિનાના પગારમાં જમા આપવામાં આવશે તથા સાતમા પગારપંચના એરીયર્સની રકમનો પ્રથમ હપ્તો આગામી દિવાળી પહેલા તમામ કર્મચારીઓને ચુકવી દેવામાં આવશે.

કર્મચારી પરીષદના હોદેદારોએ મેયર, મ્યુનિસિપલ કમિશનર, ડે.મેયર તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો આભાર માન્યો હતો તથા આગામી ૨૪મીથી જે આંદોલનની જાહેરાત કરી હતી તે મોકુફ રાખવાની ઘોષણા કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.