પ્રથમ ગુજરાતી હાર્ડકોર એકશન મૂવી ‘મિજાજ’

First Gujarati Hardcore Action Movie 'Moods'
First Gujarati Hardcore Action Movie 'Moods'

ત્રણ મિત્રોની આ અનોખી કહાની દર્શકોને આપશે ભરપુર મનોરંજન: સ્ટાર કાસ્ટ અબતકની મુલાકાતે

અત્યાર સુધીમાં રોમાન્સ અને સિરિયસ સ્ટોરીવાળી ગુજરાતી ફિલ્મો અઢળક આવી ચૂકી છે પરંતુ પ્રથમ વખત હાર્ડ કોર એકશનવાળી ગુજરાતી મુવી વડોદરાનું શ્રી સાંઈ ફિલ્મસ લાવી રહ્યું છે. ફિલ્મનું નામ મીજાજ છે. જેમાં ત્રણ મિત્રોની અનોખી કહાની દર્શાવવામાં આવી છે. ફિલ્મની ખાસ વાત એ છે કે આમા એકટ્રેસ ઈશા કંસારા પણ એકશન મોડમાં જોવા મળે છે.

શ્રી સાંઈ ફિલ્મ વડોદરા દ્વારા રજુ થતી મિજાજ ફિલ્મમાં લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકર, ઈશા કંસારા, અભિનય બેન્કર અને રેવન્ત એકશન દ્રશ્યો થકી દર્શકોને મંત્રમુગ્ધ કરી દેશે. ફિલ્મ આગામી ૨૯મી ડિસેમ્બરના રોજ રીલીઝ થવાની છે. તપન વ્યાસ દ્વારા દિગ્દર્શીત આ ફિલ્મમાં તમામ પ્રકારના રસ દર્શાવવામાં આવ્યા છે. પ્રથમવાર ગુજરાતી ફિલ્મમાં નવી ટેકનોલોજીના માધ્યમથી એકશન સ્કિવન્સ દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મના તમામ પ્રોડયુસર એનઆરઆઈ ગુજરાતી છે. તેમને વતન અને ભાષાના પ્રેમ થકી આ પ્રકારની ફિલ્મ પીરસવાની પ્રેરણા મળી છે. ફિલ્મના ટ્રેલરને સોશિયલ મીડિયામાં બહોળો પ્રતિસાદ જોવા મળ્યો છે. માત્ર ૪૮ કલાકમાં પાંચ લાખથી વધુ લોકોએ ટ્રેલરને નિહાળ્યું છે.

વધુમાં બોલીવુડમાં એકશન આપતી જાણીતી જોડી કૌશલ મોજીજે પ્રથમવાર ગુજરાતી ફિલ્મમાં એકશન આપ્યું છે. આ ઉપરાંત ત્રણેય મુખ્ય પાત્રોએ એકશન માટે પોતાનો જીવ રેડયો છે. ફિલ્મનું શુટીંગ અમદાવાદ અને આણંદના ભાદ્રણ નામે થયું છે. ફિલ્મમાં એક સોંગ છે જે મેઘધનુષ બેન્ડે તૈયાર કર્યું છે. ફિલ્મમાં ત્રણ મિત્રોની વાર્તા છે. જેમાં મિત્રો જે જગ્યાએ (લોજ) રહે છે તે જગ્યા પર કોઈ મલ્ટીનેશનલ કંપની મોલ બનાવવા મથતી હોય છે ત્યારે ત્રણેય મિત્રો તેની સામે જજુમે છે.

ફિલ્મ શુટીંગ પૂર્વે ત્રણેય મુખ્ય કલાકારોએ બે મહિના જેટલી માર્શલ આર્ટસ સહિતની ટ્રેનીંગ લીધી હતી. ફિલ્મમાં રહેલી ત્રણેય મિત્રોની ટેગલાઈન ‘નડશે એને પડશે’ દર્શકોનું મન મોહશે. આ ફિલ્મનું સોંગ અને ટીઝર ‘અબતક’ ચેનલ પર જોવા મળશે.

Loading...