સાયલામાં નજીવી બાબતે પ્રૌઢ ઉપર ફાયરીંગ

કાર સરખી ચલાવવાનું કહેતા ત્રણ શખ્સોએ કર્યો હુમલો

સાયલા તાલુકાના નવી મોરસલ ગામે પુર ઝડપે કાર ચલાવતા ચાલક ને ટપારતા પ્રૌઢ ઉપર ત્રણ શખ્સોએ હથિયાર વડે ફાયરીંગ કરી હત્યાની કોશિષ કર્યાની પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

વધુ વિગત મુજબ સાયલા નજીક નવી મોરસલ ગામે રહેતા જેઠાભાઇ રાણાભાઇ ભાંગરા નામના પ્રૌઢ વિપુલ ભીખુ ગોહેલ, અશોક ભીખુ ગોટા અને યુવરાજ અજીજ ગોહેલ સહિત ત્રણ શખ્સોએ નજીવી બાબતે ફાયરીંગ કરી હત્યાની કોશિષની ફરીયાદ નોંધાવી છે. પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે જેઠાભાઇ ભાંગટા પાનની દુકાને બાકડા પર બેઠા હતા ત્યારે જીજે ૧૩ એબી ૫૭૦૫ નંબરની કારના ચાલક પુરઝડપે કાર ચલાવી એક દમ બ્રેક મારતા જેઠાભાઇએ વિપુલ ભીખુ ગોહેલને કહેલ કે મારી પર કાર ચડી જાત તમો આમ કાર ચલાવાય તેમ કહેતા વિપુલ ભીખુ ગોહેલ સહિત ત્રણ શખ્સો ઉશ્કેરાય જઇને હથિયારમાંથી ફાયરીંગ કર્યાનું જણાવ્યું હતું. પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી નાશી છુટેલા ત્રણેય શખ્સોને ઝડપી લેધા ચક્રો ગતિમાન કર્યા છે.

Loading...