Abtak Media Google News

કચ્છમાં ડાયરા માં ફાયરિંગનો વિડિઓ થયો વાયરલ

કચ્છના રાપર તાલુકાના આડેસરમાં ધાર્મિક ડાયરામાં હવા માં ફાયરિંગ થયો હોવાનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અજાણ્યાં ઇસમે ડાયરા દરમિયાન હવામાં ફાયરિંગ કર્યું હતું.  પિસ્તોલથી ત્રણ રાઉન્ડ હવામાં ફાયરિંગ કરાયું હતું. જ્યારે આ ઈસમ હવામાં ફાઇરિંગ કરી રહ્યો હતો ત્યારે બાજુમાં ઉભેલા વ્યક્તિએ તેને અટકાવ્યો હતો.

ગત 5 ફેબ્રુઆરીની ઘટનાનો વિડિઓ આજે વાયરલ થયો હતો જેની પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે
ઉલ્લેખનીય છે કે, હજી ગઈકાલે જ રાપરમાં યુવાનને માર મારવાનો વિડિઓ સોશિયલ મીડિયા માં વાયરલ થયો હતો. દિવસે ને દિવસે આવી ઘટના બનતી જાય છે. તો આવી ઘટના વધુ ન બને તે માટે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.