Abtak Media Google News

રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી અને ભુજ સહિતના શહેરો શેકાયા: સાંજે પણ ગરમીની અસરી અકળાતા લોકો

સૌરાષ્ટ્ર ઉપર સૂર્યનારાયણ કોપાયમાન યા હોવાનું અનુભવાઈ રહ્યું છે. છેલ્લા બે દિવસમાં ગરમીએ અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે. ગઈકાલે સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટમાં ૪૪.૩ ડિગ્રી તાપમાની લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા.

જામનગરમાં ૩૯.૨ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૪૪.૮, જૂનાગઢમાં ૪૨.૩, અમરેલીમાં ૪૩.૮ અને ભુજમાં ૪૧.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. છેલ્લા બે દિવસી વધતા તાપમાનના પરિણામે સૌરાષ્ટ્રના શહેરોની બજારોમાં અવર-જવર ઘટી છે. બપોરના સમયે વેરાન ઈ જાય છે.

સાંજે પાંચ વાગ્યા બાદ ગરમીમાં ોડી ઘણી રાહત ાય છે. અલબત બફારાના કારણે રાત સુધી લોકો પરસેવો પાડતા જોવા મળે છે. સીઝનની શ‚આતી જ સૂર્યના તાપી સૌરાષ્ટ્રના શહેરો શેકાવા લાગ્યા છે. હીટવેવના કારણે ઘણા લોકોની તબીયત લડી છે. ગરમી અને હિટવેવની બચવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યાં છે. પ્રખર તાપના કારણે ૨૦૧૭ના ઉનાળો અનેક રેકોર્ડ તોડશે.

રાજકોટમાં વર્ષ ૧૯૭૭માં ઉષ્ણતામાનનો પારો ૪૭.૯ ડિગ્રી હતો. ગઈકાલે ૪૪.૭ ડિગ્રી હતો. ટૂંક સમયમાં તાપમાન ૪૫ ડિગ્રી સુધી પહોંચી જાય તેવી દહેશત છે. અલબત દરિયા કાંઠાના વિસ્તારોમાં તાપમાન અન્ય વિસ્તારોની સરખામણીએ નીચુ જણાયું છે. પોરબંદરમાં ૩૪.૯, દીવમાં ૩૩.૫, દ્વારકામાં ૩૪.૫, ઓખામાં ૩૫.૦ તા વેરાવળમાં તાપમાન ૩૩.૪ ડિગ્રી સુધી પહોંચ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.