Abtak Media Google News

શહેરની ઝુપડટપટ્ટીઓ, પછાત વિસ્તારોમાં વસતા બાળકો માટે તથા સ્ટ્રીટ ચિલ્ડ્રન બાળકો માટે વિવિધ સેવાકીય પ્રવૃતિઓ ચલાવતી સંસ્થા પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના ઉપક્રમે સ્થળ ઉપર જઇ બાળકોને ચોકલેટ, ફટાકડા તથા મીઠાઇનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યોમાં જોડાવા માટે પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અંજલીબેન રૂપાણી, મહેશભાઇ ભટ્ટ, ડો. મેહુલભાઇ રુપાણી, અમિનેષભાઇ રૂપાણી સાથે મ્યુનિ. કમિશ્નર બંછાનીધી પાની, સીમાબેન બંછાનીધી પાની, ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, મેયર બીનાબેન આચાર્ય, ગુજરાત ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ગુજરાત ભાજપ પ્રદેશ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ કૃણાલ સ્ટ્રૅકચર ઇન્ડીયા પ્રા.લી. ના પારસભાઇ અને મુકેશભાઇ સોની, રામ ફાયરવકર્સના વિક્રમભાઇ લાલવાણી, તથા ભરતભાઇ સોનવાણી, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઇ માંડક, કિશોરભાઇ રાઠોડ, શિક્ષણ સમીતીના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર તેમજ મુકેશભાઇ મહેતા, કોર્પોરેટર બાબુભાઇ આહીર સહીતના કર્મચારીઓએ મયુરનગર, લોહાનગર, રૈયાધાર, ઇંદિરાનગર, મોરબીરોડ તથા સાત હનુમાન વિસ્તારના સ્ટ્રીટ ચિલ્ડ્રન બાળકોને તથા જ્ઞાનપ્રબોધિની પ્રોજેકટના લાભાર્થી બાળકોને ચોકલેટ ફટાકડા તથા મીઠાઇના પેકેટનું વિતરણ કર્યુ હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવામાં ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ વહીવટી અધિકારી ભાવેનભાઇ ભટ્ટ, નિરદભાઇ ભટ્ટ, જીજ્ઞેશભાઇ રત્નોતર તથા કર્મચારીઓ શિતલબા ઝાલા, પ્રિતિબેન મહેતા, ધાનીબેન મકવાણા, મંજુલાબેન ભાલાળા, સંગીતાબેન રાઠોડ વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.