Abtak Media Google News

ફાયર સ્ટેશન ઓફિસર અને ચીફ ઓફિસરે નિયમોની સમજ આપી.

સુરતની દુર્ઘટના બાદ સફાળું જાગીને તંત્ર દ્વારા ફાયર સેફટીના ચેકિંગ હાથ ધરવામાં આવ્યા હતા જેમાં કલાસીસ સંચાલકોને ક્લોઝર નોટીસ ફટકારી દઈને હાલ પૂરતા બંધ કરવામાં આવ્યા છે તો ફાયર એનઓસી મામલે આજે ટાઉન હોલ ખાતે બેઠક યોજવામાં આવી હતી જેમાં ઓથોરાઇઝડ બિલ્ડીંગને જ એનઓસી મળશે તેવી માહિતી મળતા કલાસીસ સંચાલકો મૂંઝાયા છે.

રાજકોટ ફાયર સ્ટેશન ઓફિસર એસ આર નરિયાપરા અને મોરબી ચીફ ઓફિસર સાગર રાડીયાના અધ્યક્ષસ્થાને આજે ટાઉન હોલ ખાતે બેઠક મળી હતી જેમાં કલાસીસ સંચાલકોને ફાયર એનઓસી માટેની પ્રક્રીયા, જરૂરી દસ્તાવેજો માટેની સમજ આપવામાં આવી હતી બેઠકમાં ફાયર ઓફિસર દ્વારા જણાવાયું હતું કે જે બિલ્ડીંગને મંજુરી આપવામાં આવી હોય, પ્લાન મંજુર થયેલ હોય તેને જ એનઓસી મળશે તે ઉપરાંત બિલ્ડીંગમાં બેઝીક ઇક્યુંપમેન્ટ અને જરૂરી ફાયર સેફ્ટીના સાધનો રાખવા જરૂરી હોવાનું પણ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે મોરબી શહેરમાં બાંધકામ માટેની મંજુરી વિના જ બિલ્ડીંગ ખડકી દેવામાં આવ્યા છે અને મોટાભાગના બિલ્ડીંગ મંજુરી વિના જ ઉભા કરવામાં આવ્યા હોય અને હવે ફાયર એનઓસી માટે ઓથોરાઇઝડ બિલ્ડીંગને જ એનઓસી આપવાના તંત્રના આદેશથી કલાસીસ સંચાલકો મૂંઝવણમાં મુકાયા છે અને હાલ પુરતી કલાસીસ સંચાલકોને કોઈ રાહત મળી નથી બીજી તરફ નવા સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે કલાસીસ સંચાલકો એનઓસી સહિતની પ્રક્રીયા જલ્દી પૂર્ણ કરીને કલાસીસ શરુ કરવા માટે પ્રયાસો કરી રહ્યા છે જોકે એનઓસી મેળવવા માટે તંત્રની આકરી શરતોનું પાલન કલાસીસ સંચાલકો માટે માથાના દુખાવા સમાન બની ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.